Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભાવનગર જીલ્લામાં ર૪ પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓ

ભાવનગર, તા. ર૩ :  ભાવનગર શહેર અને જિલ્લાના સમર્થકોમાં ફરજ બજાવતા ચાર જેટલા ઇન્સ્પેકટર અને વીસેક જેટલા પીએસઆઇ મળી બે ડઝન જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક ફેરબદલીનો ઘાણવો એસ.પી. પ્રવીણસિંહ માલ દ્વારા પીલવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસ આલમમાં છેલ્લા કેટલાક વખતથી ઇન્સ્પેકટર અને પીએસઆઇની બદલીનો ગંજીપો ચીપાવાની અટકળો વહેતી થતી રહી હતી. દરમિયાનમાં  શ્રી માલ દ્વારા ચાર પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક ફેરબદલી કરાઇ છે. તેવી જ રીતે ર૦ પીએસઆઇની ટ્રાન્સફરનો હુકમ કર્યો છે.

પોલીસ ઇન્સ્પેકટરની  બદલીની યાદી

૧. વી.એસ.  પટેલિયા અલંગ પોલીસ સ્ટેશન, ર. જી.કે. ઇશરાણી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ભાવનગર, ૩. એચ. એમ. સોલંકી એલ.આઇ. બી.ભાવનગર, ૪. બી.એમ. લશ્કરી તળાજા પોલીસ સ્ટેશન

પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનું લિસ્ટ

૧. જે.પી. ગઢવી જેસર પોલીસમથક , ર. બી.કે. પરમાર બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર, ૩. આર. પી. ચુડાસમા વરતે જ પોલીસમથક,  ૪. એમ.એસ.જાડેજા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન, પ. સી.જી. જોષી વલ્લભીપુર પોલીસ મથક, ૬. ટી.એસ. રીઝવી અલગ મરિન પોલીસ સ્ટેશન ,૭. પી.આર. સોલંકી સિહોર પોલીસમથક સેકન્ડ પીએસઆઇ,  ૮. એચ.સી.ચ ુડમાસ બગદાણા પોલીસ મથક, ૯.આર. એ. પટેલ એસ.પી. રીડર-૧, ભાવનગર, ૧૦. એમ. આર. મહેશ્વરી વરતેજ સેકન્ડ પીએસઆઇ,  ૧૧. એ.આર. ઝાલા ભરતનગર પોલીસ સ્ટેશન, ૧ર. એ.એ. વોલા વેળાવદર (ભાલ) પોલીસમથક, ૧૩. એન. જે. વાઘેલા નિલમબાગ પોલીસ સ્ટેશન, ૧૪. આર. એમ. નકવી મહુવા પોલીસ મથક, ૧પ. જે.પી. ચૌધરી નિલમ બાગ પોલીસ સ્ટેશન , ૧૬. એસ.એમ. સોલંકી (મહિલા ) બોરતળાવ પોલીસ મથક, ૧૭. બી.એચ. વેદાણી તળાજા સેકન્ડ પીએસઆઇ ,૧૮. વાય. એમ. ચુડાસમા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ૧૯. આર.ડી. ગુરૂઆ ઘોઘા રોડ પોલીસ મથક, ર૦. આર.સી. સોલંકી ગારિયાધાર સેકન્ડ પીએસઆઇ.

(12:02 pm IST)