Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગઢડા(સ્વામીના) તાલુકાના માંડવધારમાં યુવતિની ઇજા મુદ્દે રહસ્યના આટાપાટા

ભાગવનગર : ગઢડા પંથકની યુવતિ પ્રેમી સાથે કુવામાં ઉતરી એ જ વખતે કુવો ગાળવા સૈડો ચાલુ કરતા યુવતિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયેલ છે. (તસ્વીર-મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ર૩ : ગઢડા (સ્વામીના) તાલુકાના માંડવધાર ગામની એક યુવતિને ગંભીર ઇજા થવા બાબતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા બાબતે વોટ્સઅપ ઉપર વાયરલ થયેલા મેસેજથી ભારે ચકચાર ફેલાવા પામેલ છે. વાયરલ મેસેજમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતિા ફોટા તથા કોલેજથી પરત ફરતા રસ્તામાં અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ ચલાવી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટવા બાબતની હકીકત દર્શાવવામાં આવે છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતી અને બોટાદ મુકામે કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ગત તા. ર૧-૩-ર૦૧૮ના રોજ કોલેજથી પરત આવી રહેલ તે દરમિયાન અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે અપહરણ કાન તથા આંગળી કાપી માથાના વાળ કાપી ચામડી ઉતરડી નાખવા સુધીની ગંભીર ઘટના બનતા બાબતની વાયરલ થયેલી હકીકતોથી ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. આ ઘટના બાબતે બોટાદ જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગઢડા પહોંચી ગયો હતો. તેમજ આ ઇજાગ્રસ્ત યુવતિ ભાવનગરથી વધારે સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જયાં તેણીની પરિસ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે ગઢડા પી.એસ.આઇ. કરમટીયા તથા સ્ટાફના કુલદીપસિંહ, યુવરાજસિંહ ઝાલા વિગેરેએ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અમદાવાદ પહોંચી ઇજાગ્રસ્ત યુવતિ તથા તેના માતાપિતાની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન યુવતિ તરફથી ઉપરોકત ઘટના બાબતે જણાવેલ. પરંતુ આ ઘટના બાબતે પોલીસને અજુગતુ લાગતા વધારે તપાસ કરતા જે દિવસે આ ઘટના બની ત્યારે કોલેજમાં અન્ય વિષયનું પેપર હોવાના કારણે રજા હોવાનું જાણવા મળતા આ બાબતે શંકાસ્પદ જણાઇ હતી. પરંતુ સઘન તપાસના અંતે ઇજાગ્રસ્ત યુવતિ પોતાના પ્રેમીને મળવા માટે સાળંગપરડા રોડ ઉપર એક જગ્યાએ ગયેલ તે દરમિયાન બાજુમાં રહેલા કુવામાં ઉતરવાની જીદ કરતા કૂવામાં ઉતર્યા હતા. તે દરમિયાન કૂવાને ઉંડો કરવાનું કામ ચાલુ હોય કારીગરો આ બાબતથી અજાણ હોય કૂવો ઉંડો કરવા માટેનો શાયડો શરૂ કરતા તેણીને ગંભીર ઇજાઓ થવા પામી હતી જે બાબતે જીલ્લા પોલીસ વડાની હાજરીમાં સમગ્ર પ્રકરણે ઝીણવટભરી તપાસ કરી પ્રેમી યુવકનું પણ નિવેદન લઇ સમગ્ર ઘટના જાહેર કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા ઉપર આડેધડ વાયરલ થઇ રહેલા મેસેજના કારણે લોકોને ખોટી માહિતી પહોંચતા ભારે અરેરાટી ફેલાવા પામેલ છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે કોઇ ગુન્હો નહીં નોંધાતા જાણવાજોગ નોંધી કરવામાં આવેલ છે. આ બનાવથી રહસ્યના આટાટા સર્જાયા છે.

રહસ્યમય રીતે થયેલી ઇજા સાથે લાવવામાં આવેલી યુવતીની અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વીએસ હોસ્પિટલના ડોકટરો દ્વારા સમયસર સારવાર કરવામાં આવી નહોતી તેવો યુવતિના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવતીના સગા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર તેઓ રાત્રે ૯ વાગ્યે વીએસ હોસ્પિટલ આવી ગયા હતા, પરંતુ ડોકટરો બર્થ-ડે પાર્ટીમાં વ્યસ્ત હોવાથી તેમણે સારવાર શરૂ કરવામાં આળસ દાખવી હતી.

જેના અંગે અમદાવાદના મેયર ગૌતમ શાહે જણાવ્યું કે, 'યુવતિની મોડી સારવાર શરૂ કરવાની કોઇ ફરીયાદ અમારી પાસે આવી નથી, હાલ યુવતિ સંપૂર્ણ ભાનમાં છે અને તેને વધુ ગંભીર ઇજા પહોંચી છે ત્યાં પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવશે. આ યુવતી ઝડપથી સ્વસ્થ થઇ જશે તેવો આશાવાદ છે.' તબીબો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવતિના માથાના વાળનો અમુક હિસ્સો ચામડી સાથે નીકળી ગયો છે. ડોકમાં ટી-૩ સર્વાઇકલ ફ્રકચર છે. તેનો ડાબો કાન કપાયેલો છે.

(12:01 pm IST)