Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઉના પાસે અહમદપુર માંડવી ચેક પોસ્ટ ઓફિસ ઉપર કારમાંથી ૧ લાખનો દારૂ ઝડપાયો

ઉના તા. ર૩: પોલીસ અધિક્ષક ગીર સોમનાથની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળના માર્ગદર્શન હેઠળ ઉના પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર તથા ડી સ્ટાફના પો.હેડ કોન્સ. પી. જે. વાઢેર તથા એ. ડી. ધાંધલ તથા સરમણભાઇ ભોપાભાઇ તથા પ્રદિપસિંહ હરીસિંહ તથા ભીખાભાઇ કેશુરભાઇ એ રીતેનના પો. સ્ટાફના માણસો એહમદપુર માંડવી ચેક પો. સ્ટે. પર કામગીરી દરમ્યાન દિવ ઘોઘાલા તરફથી એક ટોયોટા કંપનીની સફેદ કલરની કવાલીસ ગાડી નં. ડી.ડી. ૦૩ એફ. ૦૦ર૪ ની આવી હતી જેને ચેક કરતા જેમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની જુદી જુદી પેટીઓ નંગ-પ જે બોટલો નંગ-૬૦ (કિ. રૂ. ૪૪,૪૦૦/- તથા બીયરની પેટીઓ નંગ-પ જે બીયર ટીન-૧ર૦ કિ. રૂ. ૩,૧ર,૦૦૦/- મળી કિ. રૂ.ા પ૬,૪૦૦/- તથા વિવો કંપનીનો ફોન-૧ કિ. રૂ. ર૦૦૦/- તથા દારૂની ફેરા ફેરીમાં ઉપયોગમાં લીધેલ કવાલીસ કિ. રૂ. ૧,પ૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ર,૮૪૦૦/- ના પ્રોહી મુદામાલ સાથે આરોપી ધુતેશ ઉર્ફે ધુતલો મહેન્દ્રભાઇ સોલંકી ખારવા ધંધો, ડ્રાઇવીંગ રહે. ઘોઘલા મીઠાબાવાના ચોરા પાસે વાળો પકડાઇ જઇ તથા સદરહું દારૂ ભરાવી આપનાર જોન ઉર્ફે જાવિદ હબીબભાઇ શેખ રહે. નલીયા માંડવી તથા આ દારૂ મંગાવનાર ભરતભાઇ રહે. સૂત્રાપાડા વાળાઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:59 am IST)