Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મોરબીના હેર સલુનના સંચાલક ભાવિકભાઇ અમેરિકા ઇન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લેશે

એડવાન્સ હેર કટીંગ સેમિનારમાં કચ્છ તરફથી પ્રતિનિધિત્વ કરશે

મોરબી તા. ૨૩ : મોરબીએ ઉધોગ નગરી તરીકે હરણફાળ વિકાસ સાધ્યો છે અને સમગ્ર વિશ્વમાં એક આગવી નામાના મેળવી છે. તો ઉદ્યોગ અને વેપાર સાથે મોરબીના યુવાનો નવી ટેકનોલોજી જાણવા અને ઉપયોગમાં લેવા પણ જાગૃત બન્યા હોય, મોરબીના હેર સલૂન સંચાલક અમેરિકામાં એડવાન્સ હેર કટિંગ સેમીનારમાં ભાગ લેવા રવાના થયા છે.

અમેરિકામાં તા.૨૨ ના રોજ લોરિયલ કંપની દ્વારા એડવાન્સ હેર કટિંગ માટે એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ઇન્ડિયન સલુન એન્ડ ટેટુ લોન્જનામની સલુનની દુકાન ધરવતા ભાવિકભાઈ સોલંકી અમેરિકા જઈને કચ્છ તરફથી નેતુત્વ કરશે. જેમાં અમેરિકાના વિવિધ શહેરોમાં જઈને ટ્રેનીંગ આપવામાં આવશે. આ તકે ભાવિકભાઈએ જણાવ્યું હતું કે અમેરિકા જઈને હેર કટિંગ અને હેર સ્ટાઈલ ટેકનોલોજી ભારત કરતા એડવાન્સ ટેકનોલોજી છે માટે અમેરિકા જઈને નવી ટેકનોલોજીથી શીખીને મોરબીની જનતા પણ આ આધુનિક ટેકનોલોજીનો લાભ મળી શકશે.

આ તકે ભાવિકભાઈના મિત્રો, સ્નેહીજનો તેમણે શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો ઇન્ટરનેશનલ સેમીનારમાં સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રતિનિધિત્વ કરીને યુવાને ગૌરવ પણ અપાવ્યું છે અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાનાર સેમીનારમાં એડવાન્સ હેર કટિંગ સેમીનારમાં નવી ટેકનોલોજી અને નવી ટેકનીક શીખીને યુવાન તેનો પ્રચાર પ્રસાર મોરબીમાં પણ કરશે અને મોરબીના યુવાનોને નવી હેર કટની ટેકનોલોજીનો લાભ મળી રહેશે.

(11:39 am IST)