Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સાવરકુંડલાની નદીબજારમાંથી નડતર રૂપ દબાણ હટાવાયા

સાવરકુંડલા, તા., ર૩: મુખ્ય બજાર એને  નદીબજારમાં ટ્રાફીકને અડચણ રૂપ ઉભલ રહેતી ફ્રુટની અને પાણી પુરીઓની લારીઓ પોલીસ ખાતા દ્વારા હટાવવામાં આવી હતી. છે. બજારની બન્ને સાઇડોમાં દુકાનદારો દ્વારા દુકાન બહાર માલ-સામાન ગોઠવી રોડ ઉપર નડતર ઉભુ કરાતા આવા વેપારીઓને પણ પોતાનો સામાન દુકાનની અંદર જ રાખવા કડક સુચના આપવામાં આવી છે. અમરેલી પીપાવાવને જોડતા નદીબજાર રોડ ઉપરથી દબાણ હટાવાતા વાહન વ્યવહાર સરળ બન્યો હતો. ટાઉન પી.આઇ. પી.વી.જાડેજા સાથે પી.એસ.આઇ. ખીમસુરીયા પો.કો. હિંગરાજસિંહ, પીયુષભાઇ ઠાકાર, રવિરાજસિંહે ટ્રાફીક ડ્રાઇવર ગોઠવી હતી. દબાણ હટાવી કામગીરી શરૂ કરવામાં આવી તે તસ્વીર.

(11:38 am IST)