Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મેવાસામાં ખાંટ રાજપુત સમાજ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાશે

વિકાસ કામોનું લોકાર્પણ : સંતવાણીઃ વેબસાઇટ લોન્ચીંગ

રાજકોટ તા. ૨૩ : સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ભકત શ્રી રામબાપાની જગ્યામાં તા. ૨૫ ના રવિવારે રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે.

જુદા જુદા ગામોમાંથી શોભાયાત્રા રામબાપાની જગ્યા મેવાસ ખાતે પધારશે. મહંતશ્રી કાશીરામબાપુ પરબીયા, શ્રી હિતેષદાસ પરબીયા, મહંતશ્રી પ્રકાશભારતી, મહંતશ્રી કૌશિકબાપુ, પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવા, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ જે. સાગઠીયા, જેતપુરના માજી મંત્રી જશુબેન કોરાટ, રાષ્ટ્રીય પરિષદ જેતપુરના સભ્ય મનસુખભાઇ ખાચરીયા, ખાંટ રાજપુત સમાજના જ્ઞાતિરત્ન શ્રી ધીરૂભાઇ સરવૈયાની ઉપસ્થિતીમાં મંદિર પરિસરમાં થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ સવારે ૧૦.૩૦ વાગ્યે કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાશે.

સવારે હવનનું કાર્ય શ્રી લલીતભાઇ ભરતભાઇ ઠાકર (રાજકોટ) વાળા કરાવશે તેમજ સાંજના સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. સમાજના આમંત્રીત મહેમાનોઃ શ્રી ધીરૂભાઇ સરવૈયા-ખીરસરા, વેલજીભાઇ જે. સરવૈયા-વિરપુર, શ્રી જેસુખભાઇ ગુજરાતી-જેતપુર ઉપસ્થિત રહેશે.

દરમિયાન આ નિમિતે રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. જેમાં હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, ભજનીક પુનમબેન (રાઠોડ) દેવધરીયા, લોકગીત કલાકાર પાયલબેન ગુજરાતી, લોકસાહિત્યકાર નીતીન મુળીયા, મહેશભાઇ વાગડીયા, ભજનીક અરવિંદભાઇ સોલંકી, ધીરૂભાઇ વાઘેલા, ભગવાનભાઇ ગુજરાતી, સુધીરભાઇ રાઠોડ, રમેશભાઇ મકવાણા, અશ્વિનભાઇ ઢાંકેચા, અવિનાશભાઇ જેઠવા, મનુભાઇ જેઠવા વગેરે ભાગ લેશે. આ દરમિયાન સમસ્ત ખાંટ રાજપૂત સમાજની વેબસાઇટનું પણ લોન્ચીંગ કરાશે તેમ ભુપતભાઇ  સોલંકી-પ્રમુખ (મો. ૯૮રપ૯ ૩૭૧૬૯) રાજુભાઇ સરવૈયા-ઉપ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(12:09 pm IST)