Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

આલણસાગર તળાવની જાળવણીમાં તંત્રની બેદરકારી

જસદણઃ જસદણના પ્રજાવત્સલ રાજવી શ્રી આલાખાચરબાપુએ પ્રજાને પાણી મળી રહે તે માટે ૧૧૮ વર્ષ પહેલા આલણ સાગર તળાવ બંધાવ્યુ હતું. આટલા વર્ષો પછી આ તળાવનું પાણી હજારો લોકોને ઉપયોગી થઇ રહ્યુ છે ત્યારે સિંચાઇ વિભાગ હસ્તક આ તળાવ હોવાથી સામાજિક કાર્યકર હિતેશ ગોસાઇએ જણાવ્યું કે તળાવમાં પાણી ખૂટે છે એટલે ચોરી થાય છે.તળાવમાં આજુબાજુ શૌચાલય અને કપડા ધોલાઇ જેવીનર્કભરી સ્થિતિ છે. પાળામાં આજુબાજુ  બાવળના ઝૂડો છે. ચોકીદાર નથી ત્યારે હાલમાં ર૧ ફુટ જળરાશીને બચાવવા અને બગડવા દેવામાં ન આવે તે માટે હવે સિંચાઇ તંત્રને જાગવાની જરૂર છે. તસ્વીરમાં આલણ-સાગર તળાવ નજરે પડે છે. (તસ્વીર હુસામુદીન કપાસી-જસદણ)

(11:30 am IST)