Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિસાવદર-ભેંસાણ રોડ મંજૂર -સાત કરોડના ખર્ચે નવો બનશે

ધારાસભ્ય રિબડીયાની રજૂઆતને સફળતા : લોકોમાંખુશી

ભેંસાણ, તા.૨૩ : વિસાવદર - ભેંસાણ ને જોડતો અતિ મહત્વનો રોડ બિસ્માર બની જતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. લોક સમસ્યાને ધ્યાને લઇ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ સરકારને કરેલ રજૂઆત ફળી છે.

વિસાવદરના રાવણી થી મોટાકોટડા સુધીના રોડ પર મસમોટા ખાડા પડી ગયા હતા. જેથી વટેમાર્ગને ખૂબ તકલીફ પડતી હતી. આ રોડનો નવો બનાવવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને સરકારશ્રી એ રાવણી એપ્રોચ રોડ રૂ.૨ કરોડના ખર્ચ તેમજ રાવણીથી મોટા કોટડા રોડ પ કરોડના ખર્ચ બનાવવા મંજુરી આપી દે તેમજ આ રોડની લંબાઇ પણ ૩પ૦ મીટરની લંબાવીને પ.પ૦ કરવામાં આપી દે જેને લઇને આ વિસ્તારની જનતામાં ભારે ખૂશી પ્રસરી છે.

(11:29 am IST)