Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કુવાડવાના કોઠારીયામાં નિલમબેન ડોડીયા અને તેના સાસુને ખૂનની ધમકી

જમીનના મનદુઃખમાં વિરમ, વિક્રમ અને મહેશ ડોડીયાએ ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩: કુવાડવા તામેના કોઠારીયા આણંદપરમાં ગઢડાવાળા રસ્તે નવા પ્લોટમાં રહેતાં રજપૂત મહિલા નિલમબેન વિશાલભાઇ ડોડીયા (ઉ.૩૦)ને તેના જ કોૈટુંબીક સગા વિરમ લક્ષમણભાઇ ડોડીયા, વિક્રમ વિરમભાઇ ડોડીયા અને મહેશ વિરમભાઇ ડોડીયાએ ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અને સાસુ વચ્ચે પડતાં તેને પણ ધમકાવતાં ગુનો નોંધાયો છે.

કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ. રાજેશભાઇ આર. સોલંકીએ ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જમીન બાબતે ચાલતી માથાકુટમાં બે દિવસ પહેલા વિરમ ડોડીયા તરફથી ફરિયાદ થઇ હતી. સાંજે નિલમબેન અને તેના સાસુ વાડીએ હતાં ત્યારે વિરમ સહિતનાએ ત્યાં આવી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

(11:29 am IST)