Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

તાલાલા સાંગોદ્રાગીર ગામને જોડતા માર્ગ હિરણનદીના પુલપાસે એસ.ટી.સ્ટોપ આપો

સાંગોદ્રાગીર ગામના પાટીયા પાસેથી મુસાફરોની અવરજવર બંધ થઇ ગઇ હોય એસ.ટી.સ્ટોપ ફેરવવો જરૂરી છે

તાલાલા (ગીર) તા.૨૩: તાલાલાતાલુકાના સાંગોદ્રાગીર ગામને જોડતા હિરણનદી ઉપરના ઊંચાપુલ સાથે નવો બનેલ માર્ગ ઉપરની ગામલોકોની અવરજવર હોય સાંગોદ્રાગીર ગામના પાટીયા પાસેનો જુનો સ્ટોપ બંધ કરી નવા માર્ગ પાસે એસ.ટી.સ્ટોપ આપવા સમસ્ત ગામજનોએ એસ.ટી.ના સતાવાળા પાસે માંગણી કરી છે.

સાંગોદ્રાગીર સમસ્ત ગામવતી એસ.ટીના ઉચ્ચ સતાવાળાને પાઠવેલ પત્રમાં ગામના મહીલા સરપંચ શ્રી રોશનબેન વડસરીયાએ જણાવ્યુ છે કે સાંગોદ્રાગીર ગામની મુલાફર જનતા માટે એસ.ટી સ્ટોપ અત્યારે આસણ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે છે પરંતુ હવે સાંગોદ્રાગીર ગામ માટે હિરણનદી ઉપર ઉચા પુલ સાથે નવો માર્ગ બની ગયો હોય ગામ લોકોએ આવવા જવાનો જુનો માર્ગનો વપરાશ બંધ કરી આવવા જવા માટે નવા માર્ગનો ઉપયોગ કરતા હોય સાંગોદ્રાગીર ગામના પાટીનાનો સ્ટોપ બંધ કરી હિરણનદીના પુલ પાસે નવો સ્ટોપ આપવા માંગણી કરી છે.

મહીલા સરપંચે પત્રમાં ઉમેર્યુ છે કે તાલાલાગીરથી જુનાગઢ રાજકોટ જતી એસ.ટી.બસો પૈકી વેરાવળ રાજકોટ અને ધાવા-રાજકોટ બે બસોને સાંગોદ્રાગીર ગામના એસ.ટી.સ્ટોપ પાસે સ્ટોપ આપવામાં આવે તો ગામની ગ્રામીણ મુસાફર જનતા તથા અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનો અનુકુળ સારી સુવિધા મળી શકે તેમ હોય આ અંગે પણ ગ્રામીણ પ્રજા પ્રત્યે સહાનુભુતી રાખી સાંગોદ્રાગીર ગામની યોગ્ય ન્યાય આપવા પત્રના અંતમાં સરપંચશ્રીએ માંગણી કરી છે.

(11:27 am IST)