News of Friday, 23rd March 2018

તમાકુના સેવનથી આરોગ્ય ઉપર થતી ભયાનક અસરો રોકવા કામગીરી

અમરેલીમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત તાલીમ યોજાઇ

અમરેલી તા. ૨૩ : તમાકુનું વ્યસન માત્ર શારીરિક જ નહિ પરંતુ આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ પણ વધારે છે. તમાકુના કારણે મોઢા-ફેફસાનું કેન્સર અને બીજા ઘણા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુના વ્યસને સમાજના ગરીબ-તવંગર, શિક્ષિત-અશિક્ષિત, નોકરિયાત-બેરોજગાર, મહિલા-પુરૂષ, બાળકો-વિદ્યાર્થીઓને પણ તમાકુ અને તેના વ્યસનના ભરડામાં સપડાઇ જાય છે અને તમાકુ-તમાકુ સેવનની સમસ્યા ઘણી ચિંતાજનક બનતી જાય છે.

તમાકુના કારણે થતાં રોગો અટકાવી શકાય તેના ભાગરૂપે તમાકુના સેવનથી આરોગ્ય પર થતી ભયાનક અસરોને રોકવા અને તેને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ના સઘન અમલીકરણ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસર (તમાકુ નિયંત્રણ)ની સૂચનાથી અને ઇએમઓ અને જિલ્લા કન્સલટન્ટ અને કયુએએમઓશ્રીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સેલરશ્રી દ્વારા ધ્રૂમપાન-તમાકુના સેવનથી થતાં રોગો અંગે માહિતી માર્ગદર્શન આપવા પોલીસ સ્ટાફની તાલીમ યોજવામાં આવી હતી.

વ્યસન કરતાઓની શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અસરો, વ્યસન છોડવાના ફાયદાઓ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અને વ્યસન છોડાવવામાં કાઉન્સેલીંગનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત માર્ગદર્શન પોલીસ કર્મચારીઓને મળી રહે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમમાં પોલીસ કચેરીના સ્ટાફ, સામાજિક કાર્યકરશ્રી તથા સંબંધિતો ઉપસ્થિત રહ્યા હતા, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તમાકુ નિયંત્રણ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૩)

(10:03 am IST)
  • ભગતસિંહને શ્રદ્ધાંજલી આપવા - યાદ કરવા સહિતના કાર્યક્રમોને લઇ જુદા જુદા પક્ષો વચ્ચે જે હરિફાઇ ચાલી છે તે સંદર્ભે બીબીસીએ પ્રસિધ્ધ કરેલ કાર્ટૂન.... access_time 3:46 pm IST

  • આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ 'નાખુશ' હોવા છતાં, કોંગ્રેસ દ્વારા પાસ કરાયેલ 1.3 ટ્રિલિયનના સરકારી ખર્ચનાં બીલ પર હસ્તક્ષર કરી પાસ કર્યું : ફરી એકવાર અમેરિકી 'શટડાઉન' નું સંકટ ટળ્યું : આ પહેલ વ્હાઈટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બીલ પર તેમના હસ્તાક્ષર કરશે, પણ પછી તરતજ ફેરવી તોડ્યું હતું અને ફરી જણાવ્યું હતું કે ટ્રમ્પ આ બીલ પર 'વીટો' વાપરશે : આ પાસ કરાયેલા કાયદામાં સમાવિષ્ટ ઇમિગ્રેશન દરખાસ્તો વિશે ટ્રમ્પને ખુબજ નારાજગી છે : તેમણે આ બીલ પાસ કરતા કોંગ્રેસને ટકોર પણ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ફરી પાછા આવા કોઈ પણ 'વાહિયાત' બીલ ને પાસ કરવાની સંમતી નહી આપે. access_time 2:28 am IST

  • ઉત્તર પ્રદેશમાં સાંજે છ વાગ્યે મત ગણતરી રોકી દેવામાં આવી છે :યોગીના સાથી ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું : ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં JVMના ધારાસભ્યં પ્રકાશ રામનો મત રદ કરવા કોંગ્રેસે ચૂંટણી પંચને અરજી આપી: કર્ણાટકમાં JDSના કુમારસ્વામીએ મતદાનના માટે ગણતરીમાં ગરબડી થયાનો આક્ષેપ કરેલ છે access_time 6:35 pm IST