Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

મોરબી સહિત નવ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઇજનેરોની ભરતી કરાશે.

11 માસના કરાર આધારિત રૂપિયા 16,500 મહેનતાણું આપવામાં આવશે, પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા જાહેરાત કરાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી દ્વારા મોરબી સહીત સૌરાષ્ટ્રની અલગ અલગ નવ નગરપાલિકા કચેરીમાં ખાલી પડેલી મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે જે અન્વયે 11 માસના કરાર આધારિત આ ભરતીમાં ઉમેદવારોને રૂપિયા 16,500 પગાર ચુકવવામાં આવશે.

   રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી દ્વારા મોરબી જિલ્લાની મોરબી, માળીયા અને હળવદ, પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા, કચ્છની નખત્રાણા, રાજકોટ જિલ્લાની ભાયાવદર અને ગોંડલ નગરપાલિકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં 11માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે, મ્યુનિસિપલ ઇજનેરને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 16,500 મહેનતાણું ચુકવવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.

   
(9:28 pm IST)