Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

દ્વારકાના ગોમતી ઘાટ ખાતે મહા આરતીમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય પબુભા માણેક સહિતના સહભાગી થયા

દ્વારકા :આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જિલ્લામાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.
આજ રોજ ગોમતી ઘાટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા સંગઠન અગ્રણીશ્રીઓ સહિતના મહા આરતીમાં સહભાગી થયા હતા.
મહા આરતીમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી. પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ સહિતના મોટી સંખ્યામાં નાગરિકોએ મહા આરતીમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.

(9:24 pm IST)