Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત સંદર્ભે મુળુભાઇ બેરા, હર્ષ સંઘવી તથા કુવરજીભાઈ બાવળીયા વ્યવસ્થામાં

કાલે રાજ્યના ગૃહ મંત્રી તથા દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩

આગામી રવિવાર 25 ડિસ્ક ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત ના સંદર્ભમાં રાજ્યના વન અને પ્રવાસનમંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા વ્યવસ્થામાં રોકાયેલા છે.

આ ઉપરાંત આવતીકાલથી બે દિવસ માટે રાજ્યના ગૃહમંત્રી  હર્ષ સંઘવી તથા દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી  કુંવરજીભાઈ બાવળિયા પણ આવી રહ્યા છે કુંવરજીભાઈ પ્રભારી મંત્રી  છે અને હષૅ સંઘવીએ અગાઉ બીપોરજોય વાવાઝોડાના સમયમાં દિવસો સુધી દ્વારકા વિસ્તારની મુલાકાત લઇ અને ખૂબ જ સારું ધ્યાન અને સારું કામ કર્યું હોય એમને પણ ખાસ વ્યવસ્થાના એક ભાગરૂપે મૂકવામાં આવ્યા છે.

આવતીકાલથી તેઓ આવી જશે અને વડાપ્રધાનની મુલાકાત એટલે કે રવિવાર સુધી દ્વારકા વિસ્તારમાં જ રહેશે.

(2:29 pm IST)