Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પોરબંદર મતદાન જાગૃતિ રેત શિલ્પ

પોરબંદર :  જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી તા.૨૮એ યોજાનાર છે. ત્યારે વધુને વધુ મતદારો મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શન હેઠળ સ્વેપ અધિકારી કાશ્મીરાબેન સાવંત તથા સંદિપભાઇ સોની દ્રારા જન જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. નથુભાઇ ગરચરે પોરબંદર ચોપાટી પાસે 'હું અવશ્ય મતદાન કરીશ' રેતશિલ્પ બનાવીને મતદારોને અપીલ કરી છે કે, વધુને વધુ લોકો મતદાન કરે નથુભાઇએ ૩ કલાકની મહેનતે બનાવેલ રેત શિલ્પને શહેરી જનો નિહાળી રહ્યા છે. મતદાન જાગૃતિ દર્શાવતા રેત શિલ્પની તસ્વીર.

(1:19 pm IST)