Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પોરબંદરમાં મીઠાપુરનો શખ્સ ૭ હજારના ગાંજા સાથે ઝડપાયો

પોરબંદર, તા. ૨૩ :. ચોપાટી મેદાનમાં પોલીસે પ્રવીણ લખમણભાઈ સોલંકી રે. મીઠાપુરવાળાને ૭૭૧૦ની કિંમતનો ગાંજો ૧૨૮૫ ગ્રામ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓને પકડી પાડવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર કે.આઈ. જાડેજા અને પોલીસ સબ ઈન્સપેકટર એચ.સી. ગોહીલનાઓએ અલગ અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરેલ તે દરમ્યાન કોન્સ્ટેબલ વિપુલ મેરામભાઈ તથા કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજાને મળેલ ચોક્કસ અને આધારભૂત રીતે મળેલ બાતમી આધારે ચોપાટી મેદાન પાસે રેઈડ કરતા આરોપી પ્રવીણ લખમણભાઈ સોલંકી (ઉ.વ.૧૯) રહે. મીઠાપુર, ગણેશપરા તા. દ્વારકા, જી. દેવભૂમિ દ્વારકા હાલ ચોપાટી મેદાન પોરબંદરવાળાના કબ્જામાંથી ગાંજો કેફી પદાર્થ ૧૨૮૫ ગ્રામ કિં. રૂ. ૭૭૧૦ તથા મોબાઈલ ફોન નંગ ૧ કિં. રૂ. ૫૦૦ના કુલ મુદામાલ ૮૩૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન એનડીપીએસ એકટની કલમ ૮-સી, ૨૦-બી, ૨૯ મુજબ રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેકટર કે.આઈ. જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એચ.સી. ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઈ એમ.એમ. ઓડેદરા, હેડ કોન્સ. સરમણભાઈ રાતીયા, એમ.એચ. બેલીમ, કોન્સ. સમીરભાઈ જુણેજા, વિપુલભાઈ બોરીચા, મોહીતભાઈ ગોરાણીયા, સંજય કરશનભાઈ, ડ્રા. એ.એસ.આઈ. માલદેભાઈ મુળુભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(1:18 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST