Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગર વોર્ડ ૬મા બસપાએ ખાતુ ખોલાવ્યુ ૩માં વિજેતાઃ વોર્ડ નં. ૧માં કોંગ્રેસની પેનલની જીત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૩ :. જામનગર કોર્પોરેશનની વોર્ડ નં. ૬માં બસપાએ ખાતુ ખોલાવ્યુ છે. બસપાના ફુરકાન શેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચા વિજેતા થયા છે. ભાજપના જયુબા ઝાલાનો વિજય થયો છે.

વોર્ડ નં. ૧માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે. જેમા નૂરમામદ પલેજા, કાસમ જોખીયા, જુબેદાબેન નોતીયાર, સમજુબેન પારિયા વિજેતા થયા છે.

(1:15 pm IST)