Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

દરેડ ગામે મોટરસાયકલ ચલાવવા બાબતે બઘડાટી

જામનગર, તા.૨૩ : પંચ બી પોલીસ સ્ટેશનમાં રણજીતસીંગ જગદીશપ્રસાદ વર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામે ફરીયાદી રણજીતસીંગના મકાને દશરથસિંહ જાડેજા એ મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી અને અન્ય આરોપીઓ જયેન્દ્રસિંહ જાડેજા, ફિલ્ટર પાણીવાળા ઓને સાથે મકાનમાં જઈ ફરીયાદી રણજીતસીંગ તથા તેના ભાઈને સાહેદને ગાળો કાઢી ધોકો પાઈપ વડે માર મારી સાહેદ ભગતસિંહ ડાબા હાથમાં ફેકચરની ઈજા કરી શરીરે મંુઢ ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી ગુનો કરેલ છે.

કડીયાકામનો સામાન ઉઠાવી જતો તસ્કર

પંચ બી પોલીસ સ્ટેશનમાં કાનજીભાઈ રાજાભાઈ ધોળકીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર રોડ પર ચેલાગામની પાસે બ્રીઝ બનાવવાનું કામ ચાલુ છે ત્યાં અજાણ્યો કોઈ ચોર ઈસમે ફરીયાદી કાનજીભાઈનું એસર કંપનીનું મીલર–૧, કિંમત રૂ.રપ,૦૦૦/–, તગારા–૧૦, કિંમત રૂ.પ૦૦, પાવડા –૧૦, કિંમત રૂ.પ૦૦/– પ્લાસ્ટીકનું બેરલ –૧ કિંમત રૂ.૩૦૦/– લોખંડના તથા ચોકા –રર કિંમત રૂ.૪૪૦૦/– એમ કુલ કિંમત રૂ.૩૦,૭૦૦/– ના મુદામાલ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડ ગામે એક બોટલ સાથે ઝડપાયો

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખોડુભા માનસંગજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ રામાપીરના મંદિર પાસે આરોપી મુકેશ ઉર્ફે કાનો કરશનદાસ કાપડી, ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:00 pm IST)