Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

માળીયાના નવલખી પોર્ટમાં ટ્રક લોડીંગ મામલે માથાકૂટમાં આધેડની હત્યા

દશરથસિંહ ભગવતસિંહ જાડેજા ઉપર છરીના ઘા ઝીંકીને સૂર્યદિપસિંહ જાડેજા સહિત ૨ નાશી છૂટ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૩: માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આધેડને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક લોડીગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી આ બે શખ્સોને કહેવાથી અન્ય એક શખ્સે આધેડની નવલખી પોર્ટમાં છરીના દ્યા ઝીકી હત્યા કરી હતી.બનાવની મળતી વિગત મુજબ મૂળ મોટા દહીંસરા ના હાલ મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રેહતા કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા ઉ.વ.૪૫ વાળા વાસુકી કોલમાં લોડીગનું કામ સંભાળતા હોય જેમાં આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયૂરસિંહ રણજીતસિંહ જાડેજાના ટ્રક લોડીગ કરવા બાબતે આ બને શખ્સોને દશરથસિંહ સાથે ફોન પર માથાકૂટ થઈ હતી.

જેથી આ બને શખ્સોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ ફરિયાદીના ભાઈને છરીના ચાર જેટલા ઘા ઝીકી દેતા તેનું મોત નીપજયું હતું ઘટના બાદ. આરોપી નાસી ગયો હતો ઘટનનાની જાણ થતાએ ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની વધુ તપાસ પીએસઆઇ નરેન્દ્રસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:55 am IST)