Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ભરૂડીના કોલ્ડ સ્ટોરેજમા જનતા રેડઃ રપ ટ્રક જેટલો અખાદ્ય ગોળ ઝડપાયો

ભરૂડી પાસે કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય ગોળના જથ્થાને કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ખેડૂતોએ ઝડપ્યો

ગોંડલઃ  ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ગામ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજમા કોડીનાર, સુત્રાપાડા અને ઉનાના ખેડૂતોએ અખાદ્ય ગોળના જથ્થાને લઇ જનતા રેડ કરતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી. અને એફએસએલ વિભાગને તપાસ માટે બોલાવ્યા હતા.

ભરૂડી ટોલનાકા પાસે અક્ષયરાજ હોટલની પાછળ આવેલ હિમાલય કોલ્ડ સ્ટોરેજમા ઉતરપ્રદેશથી આવેલ અખાદ્ય ગોળના જથ્થાને  સ્ટોરેજ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે બાલુભાઇ ગોહિલ (ગોળ એસોસિએશન પ્રમુખ-કોડીનાર), પીવી. રાઠોડ (નિવૃત્ત પ્રિન્સીપાલ કોલેજ) હરીભાઇ રાઠોડ, રામસીંગભાઇ અને રાજેશભાઇ મહેતા સહીતનાઓએ ખેડૂતોને સાથે રાખી  જનતા રેડ કરી હતી.  કોલ્ડ સ્ટોરેજમા સોથી પણ વધુ ટ્રક ભરાય તેટલો ગોળનો જથ્થો હોય અને રપ  ટ્રક જેટલો ગોળ અખાદ્ય હોવાની ખેડુતોને શંકા જતા  તાલુકા પોલીસ દ્વારા  એફએસએલની ટીમને જાણ કરાઇ હતી. ઉપરોકત અખાદ્ય ગોળ ૭પ લાખની કીંમતનો અને હીમાલય કોલ્ડ સ્ટોરેજ તાલાળા ધાવાગીરના વિવેકભાઇ પટેલનો હોવાનુ જણાવ્યુ હતુ. ગોળ ખાદ્ય છે કે અખાદ્ય તે એફએસએલના રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેમ તાલુકા પી.એસ.આઇ. અજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

(2:04 pm IST)
  • આઇટી વિભાગ કહે છે કે, આકારણી વર્ષ 2019-20 દરમિયાન 8,660 થી વધુ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ‘વેચાણ પ્રમોશન ખર્ચ’ અને ‘ભેટો' ના બહાના હેઠળ કર કપાત મેળવવા દાવો કર્યો હતો. access_time 6:11 pm IST

  • તાલીમી ઉડ્ડયન પર નીકળેલ મિગ-29 ફાઇટર વિમાન ગોવામાં તૂટી પડ્યું છે. વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર નીકળી ગયો હતો. access_time 5:45 pm IST

  • યુએસ કોર્ટનો કચ્છના માછીમારોને ઝટકો : મુંદરા ટાટા પાવર પ્લાન્ટની તરફેણમાં ચુકાદો : માછીમારો યુનાઈટેડ નિયમોના દાવામાં નિષ્ફળ : હવે ફેડરલ કોર્ટમાં અપીલ કરવાની તૈયારી access_time 2:15 pm IST