Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

પોરબંદરની દરિયાઇ પટ્ટી ઉપરની ખાણોમાં ગાંધીનગરથી દરોડા

પોરબંદરઃ પોરબંદરની દરિયાઇ પટ્ટી ઉપર વિપુલ માત્રામાં બિલ્ડીંગ સ્ટોન ધરબાયેલો છે અવાર નવાર કરોડો રૂપિયાની  ખનીજચોરીના બનાવો સામે આવ્યા છે ત્યારે ગાંધીનગરથી આવેલી સ્કવોડ દ્વારા બળેજ, માધવપુર, સહિતની આજુબાજુની દરિયાઇ પટ્ટીમા પથ્થરની ખાણો અંગેની તપાસ ચાલી રહી છે જો કે સ્થાનીક કક્ષાએ  તે અંગેની કોઇ  માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ વિસ્તારમાં અનેક વખત ગેરકાયદેસર ખાણો ધમધમતી હતી તેના ધંધાથીૃઓએ હાલ પુરતી ખાણો બંધ કરી દીધી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલી ખનીજચોરી પકડાઇ ? કે તપાસ થઇ ? તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી.

(12:42 pm IST)