Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મીઠાપુરમાં પીઆઇ વિરૂદ્ધ અરજી કરનાર પોલીસમેન સસ્પેન્ડ

ખંભાળિયાઃ  મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪૮ બોટલ દારૂ બીનવારસી હાલતમાં મળી આવતા પીઆઇ શ્રદ્ધા ડાંગરે થોડા સમય સુધી કોઇ કાર્યવાહી નહી કરતા  પોલીસમેન ખુશાલ પરમારે સમગ્ર મામલે પીઆઇ શ્રદ્ધા ડાંગર વિરૂદ્ધ હાઇકોર્ટમા જવા માટેની મંજુરી માંગતી અરજી કરી હતી બાદમા પોલીસમેન ખુશાલ પરમાર ફેમીલી સીક રજા પર ઉતરી ગયો હતો.

મહિલા પીઆઇ શ્રદ્ધા ડાંગર દ્વારા ગત તા. ૧૩/ર ના રૂબરૂ બોલાવી કેટલીક  જરૂરી તપાસના કાગળો લઇ  ગાંધીનગર કચેરીએ પહોંચવાનું  કહેતા કાગળો લઇ ગાંધીનગર નહી પહોંચતા  ઉપરાંત ફોનથી પીએસઓને જાણ કરી રજા ઉપર ઉતરી ગયો હતો.  જે અંગે એસપીને જાણ કરવામાં આવતા ફરજમા ગંભીર બેદરકારી દાખવનાર પોલીસમેન ખુશાલ પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

 

(12:27 pm IST)