Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મોરબી-કચ્છ હાઈવે પર ટ્રક-એસટી અને કારસહીત ચાર વાહનો અથડાયા, ટ્રાફિકજામ: સદનસીબે કોઈ જાનહાની ન થઇ, પોલીસે ટ્રાફિક પુનઃ શરુ કરાવ્યો

મોરબી : મોરબી-કચ્છ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ હાઇવે પર અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેને પગલે પોલીસે તુરંત હાઈવે પર દોડી જઈને વાહન વ્યવહાર પુનઃ શરુ કરાવ્યો હતો

બનાવની મળતી વિગત મુજબ મોરબી-કચ્છ હાઇવે પર માળિયા નજીક આજે સવારના સમયે એક ટ્રક અચાનક બ્રેક લગાવતા તેની પાછળ મુંદ્રા-સોમનાથ બસ ઘુસી ગઈ હતી અને અચાનક એસટીએ બ્રેક કરતા તેની પાછળ આવતી કારના ચાલકે કંટ્રોલ કર્યો હતો પરંતુ પાછળ આવતા ટ્રેઇલરની ઠોકરથી કાર બસ પાછળ ઘુસી હતી અને હાઈવે પર એક બાદ એક વાહનો કરીને ચાર વાહનો અથડાયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે માળીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવીને વાહન વ્યવહાર પુન શરુ કરાવ્યો હતો

અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને કારમાં સવાર દંપતી હળવદથી જૂનાગઢ જતું હોવાનું જાણવા મળ્યું છે જોકે જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે 

(12:24 pm IST)