Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મોરબીમાં નવ વર્ષના બાળક સાથે માતાએ મચ્છુ ૨ ડેમમાંઝંપલાવી આયખું ટુંકાવ્યું

મોરબી : મોરબી પંથકમાં આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે છેલ્લા દિવસોમાં એક બાદ એક આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં નવ વર્ષના માસૂમ પુત્રની સાથે માતાએ મચ્છુ ૨ માં મોતની છલાંગ લગાવી આયખું ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છુ ૨ ડેમમાં એક મહીલા અને બાળકનો મૃતદેહ તરતા મળી આવ્યાની જાણ થતા નજીકના ગ્રામજનો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલા ગીતાબેન કનૈયાલાલ જીવાણી (..૩૨) અને યશ જીવાણી (..૦૯) એમ માતા પુત્રના ડૂબી જવાથી મોત થયા છે પ્રાથમિક તપાસમાં માતાપુત્રએ આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે જોકે માતા અને પુત્રે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી મૃતક માતાપુત્ર મોરબીના રહેવાસી હોવાનું તેમજ મૃતક મહિલાનો લગ્નગાળો ૧૧ વર્ષ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો માતાએ તેના માસૂમ પુત્ર સાથે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

(12:20 pm IST)