Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભુમી સ્થળ વિશ્વ દર્શનીય સ્થળ બનાવાશેઃ વિજયભાઇ રૂપાણી

ટંકારામાં આયોજીત રૂષિ બોધોત્સવમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતની ઉપસ્થિતી

ટંકારા તા. રર : ટંકારા ખાતે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી રૂષિ બોધોત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હેલીકોપ્ટર દ્વારા પધારેલ હેલપેડ ખાતે સ્વાગત કરાયેલ.

હેલીપડથી સીધા મહર્ષિ દયાનંદ જન્મ ભૂમીની મુલાકાત લીધેલ.  શ્રર્ષિ સ્મૃતિ સમારોહ સુરેશચંદ્ર આર્ય, સાર્વદેશીક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સ્થાને યોજાયેલ. કાર્યક્રમાં વિશ્વ પ્રસિદ્ધ એમ.ડી. એચ. મસાલાવાળા પદમભુષણ ધર્મપાલ, ડો. વિનય અલંકારક સુશીલ મુંજાલ યોગેશ મુંજાલ, સુરેશ ચળલ, અજય સહગલ ઉપસ્થિત રહેલ સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું મોમેન્ટો આપી સન્માન કરાયેલ આ ઉપરાંત પાઘડી પહેરાવી સન્માન થયેલ તેમજ કચ્છ આર્યસમાજ તરફથી શાલ ઓઢાડી સન્માન કરાયેલ.

રાજયપાલ દેવવ્રતજીના હસ્તે સ્વામી વિવેકાનંદ પરિવારનું સન્માન કરાયેલ. સત્યાનંદ મંજાુલ જીવન પુસ્તકનું વિમોચન કરાયેલ. પુર્ણાહુતિ રાષ્ટ્રગીતથી કરાવેલ. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ ભુમી પવિત્ર સ્થાનમાં આજે મહાશવરાત્રીના દિવસે આવી પ્રસન્નતા અનુભવું છે મહર્ષિ દયાનંદ અને તેના માધ્યમથી વિજયને આર્ય સમાજની ભેટ મળેલ છે. મહર્ષિ દયાનંદ આધુનીક ચિંતક મહાન સમાજ સુધારક હતા. આજનો શુભ દિવસ દેવાધિદેવ મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે પૃથ્વીના સર્જનમાં બ્રહ્મા,વિષ્ણુ, તથા મહેશ ત્રણેય દેવોનું પ્રદાન છે. આજે જીવ શિવથી જોડાય છે. મહર્ષિ દયાનંદના જીવનમાં પણ મહાશિવરાત્રીનું મહત્વ છે શિવરાત્રીના દિવસે જબોધ થયેલ અને ગૃહત્યાગ કરેલ. સન્યાસ ધારણ કરી મુંબઇમાં ર૬૭પ માં આર્યસમાજની સ્થાપના કરેલ વેદ સિવાય બીજા કોઇ ધર્મગ્રંથોમાં પ્રયાણ નથી વેદ તરફ પાછો વળોનો નારો આપ્યો. મહર્ષિ દયાનંદનના પ્રભાવી વિચારોનો પ્રભાવ, શહીદ ભગતસિંહ લેખરામ આર્ય શ્યામલાલ વર્મા, વિનયાક દામોદર, મગનલાલ ઢીંગરા, રામપ્રસાદ બિસ્મીલ લાલાલજપતરામ વિગેરે મહાનુભાવો ઉપર છે. સરદાર વલ્લભભાઇ પટેલે જણાવેલ કે હૈદ્રાબાદમાં આર્ય સમાજીઓ દ્વારા મૂકિત આંદોલન થયુ હોત તો હૈદ્રાબાદ નિઝામથી મુકત થયેલ નહોત.

મહર્ષિ દયાનંદે તત્કાલીન સમાજની કુરીતીઓ પાંખડો, નુંખંડન કરેલ સન્યાસી યોધ્ધા તરીકે જાત પાતનો વિરોધ કરી જાત પાત જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત છે.

દલિતોનો ઉધ્ધાર સ્ત્રી શિક્ષા માટે પ્રબળ આંદોલન, બાળવિવાહ, સતિ પ્રથાનો વિરોધ અને વિધવા વિવાદની હિમાયત કરેલ.

પ્રથમ સા સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૬પ૭ની ક્રાંતીની સંપુર્ણ પીઠીકા સ્વામી દયાનંદના નેતૃત્વમાં થયેલ ૧૬પપના કુંભ મેળામાં સ્વામીજી આબુથી હરિદ્વાર પગપાળા ગયેલ. ૧૬પ૭ તા. સ્વાતંત્ર્ય સંગ્રામની ચર્ચા કરી તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલ.

ગુજરાતની પવિત્ર ભૂમિ મહાનુભાવોની પ્રાપ્તીનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે પ્રાચીન કાળમાં દ્વારકાના ભગવાન કૃષ્ણ પોરબંદરમાં મોહનદાસ ગાંધી , સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ પ્રાપ્ત થયેલછે ગુજરાત તે તેનું ગૌરવ છે.

(12:51 pm IST)