Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભુજના માધાપર રોડ ઉપર ચોકીદાર આહિર પ્રૌઢની કરપીણ હત્યા

ભુજ: ભુજની ભાગોળે ટ્રકોના પાર્કિંગ પ્લોટમાં કરપીણ હત્યા, માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઇ હતી. હત્યા બાદ પડોશી ચોકીદાર ગાયબ હોવાથી શંકાની સોય તેના તરફ કરવામાં આવી હતી.

ભુજ-માધાપર રોડ પર નળવાળા સર્કલ પાસે કાર્ગો મોટર્સ નજીક આવેલાં ટ્રકોના પાર્કિંગ પ્લોટમાં ચોકીદારી કરતાં 58 વર્ષિય નારણભાઈ લખુભાઈ જરૂ (આહીર)ની આજે સવારે માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે નારણભાઈના પુત્ર રમેશ જરૂએ પ્લોટ નજીક રહેતાં જુસબ સુલેમાન કુરેશી નામના શખ્સ પર શંકા દર્શાવી છે. આ અંગે પોલીસે રમેશ જરૂની વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધી છે.

ધરમશીના ભાઈ ટ્રકોના પાર્કિંગ માટે ભાડે પ્લોટ રાખી પાર્ક થતી ટ્રકોની ચોકીદારી કરતા હતા. નારણભાઈ રાત્રે ચોકીદારી કરતા અને દિવસે તેનો ભત્રીજો કલ્પેશ રખોપા કરતો હતો. હત્યાનો બનાવ આજે સવારે સાડા છથી સાતના અરસામાં બન્યો છે. કારણ કે, મૃતક સાથે ચોકીદારી કરતાં પરસોત્તમ પટેલે સાડા છ વાગ્યા સુધી નારણભાઈ જાગતા હોવાનું અને ઉધરસ ખાતા હોવાનું જણાવ્યું છે. પરસોત્તમના ગયા બાદ આ બનાવ બન્યો હતો. સવારે નારણભાઈની લોહીલુહાણ લાશ ખાટલા પર પડી હતી. આ અંગે રતનાલના મ્યાજર રૂડા માતાએ સાત વાગ્યે ફોન કરી જાણ કરી હતી.

નારણભાઈની માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે નારણભાઈના પુત્ર રમેશ જરૂએ પ્લોટ નજીક રહેતાં જુસબ સુલેમાન કુરેશી નામના શખ્સ પર શંકા દર્શાવી જુસબ પણ અહીં નજીકમાં રહે છે અને તે પણ ટ્રકોના રખોપા કરવાનું કામ કરે છે. ગઈકાલે જુસબ અને નારણભાઈ વચ્ચે કોઈક મુદ્દે ગાળાગાળી-બોલાચાલી થઈ હતી. હત્યા બાદ જુસબ ભેદી રીતે ગુમ થઈ ગયો છે. પોલીસે જુસબને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)