Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જામનગરના અમ્યુઝમેન્ટ પાર્કમાં લુખ્ખાઓનો આતંક : મારી નાખવાની ધમકી

 જામનગર તા. ૨૩ : અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ કિશોરભાઈ ભદ્રા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–ર–૧૯ના એમ્યુઝમેન્ટ પાર્ક માં રાઈડો ચાલતી હોય ત્યાં આ કામના આરોપી દિવલો ડોન તથા બે અજાણ્યા ઈસમો રે. જામનગરવાળા આવી ચકડોળ વિગેરે રાઈડોમાં ચડી ગાળો બોલી ફરીયાદી પરેશભાઈને એમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલતી રાઈડો ચાલુ રાખવા માટે પૈસાની માંગી અને પૈસા નહીં આપો તો રાઈડો બંધ કરવાનું કહી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબ જામનગરના જાહેરનામાનો હથીયાર બંધીનો ભંગ કરી ગુનો કરેલ છે.

અસ્થિર મગજનો યુવક કુવામાં પડી જતા મોત

ભાદરા ગામેરહેતા અનીલભાઈ જીવણભાઈ પરમાર, ઉ.વ.૩૪ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, સુરેશભાઈ વસ્તાભાઈ પરમાર, ઉ.વ.ર૬, રે. ભાદરા ગામ, તા.જોડીયા, જિ.જામનગરવાળા અસ્થિર મગજના હોય વારંવાર ઘરેથી કોને કહ્યા વગર જતા રહેતા હોય અકસ્માતે કુવા માં પડી જતા પાણી માં ડુબી જતા મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા મોત

અહીં વર્ધમાન નગરમાં રહેતા દિવ્યરાજ સુરેશગર ગૌસ્વામી, ઉ.વ.૧૯ એ સીટી-એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સુરેશગર ગુલાબગર ગૌસ્વામી, ઉ.વ.૪પ, રે. લાલવાડી, વર્ધમાનનગર, નુરી ચોકડી પાસે, જામનગરવાળા પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં ચાલુ દાંડીયા રાસમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા ઉલ્ટી થતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈને આવતા ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયેલ જાહેર કરેલ છે.

વૃઘ્ધનું મોત

કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામે રહેતા લાલજીભાઈ વીરજીભાઈ હાડા, ઉ.વ.૩૯ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર–ર–૧૯ના આ કામે મરણ જનાર ધીરૂભાઈ ઉર્ફે સીદાભાઈ શામજીભાઈ હાડા, ઉ.વ.૬પ, રે. નવલનગર ૩ ના છેડે કૈલાશનગર–ર, રાજકોટવાળા કોઈ અગમ્ય કારણોસર પાતા મેઘપર ગામની સીમમાં પોતાની વાડીના શેઢે આવેલ ઝુપડામાં લાકડામાં પોતે પોતાની જાતે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

ધ્રોલમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

અહીં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વી.વી.બકુત્રા એ ફરીયાદ નોંધાવી છે કે, ખટકીવાસ, ધ્રોલમાં મેમુદભાઈ ઉર્ફે મનુ દાઉદભાઈ મરછીયા રે. ધ્રોલવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૧૪૦ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦ તથા વર્લીમટકાના સાહીત્ય  મળી કુલ રૂ.૧૬૪૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશદારૂની બોટલ સાથે એક ઝડપાયો : એક ફરાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બોડકા ગામનો જીજ્ઞેશ હીરાભાઈ ટમારીયા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧ કિંમત રૂ.પ૦૦  તથા મોટરસાયકલ નં.જી.જે.–૧૦–સી.ડી.–૦૧૧૬ કિંમત રૂ.ર૦,૦૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા રવિરાજસિંહ રમુભા જાડેજા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૫)

 

(3:30 pm IST)