Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મહારાષ્ટ્રમાં પત્નીની હત્યા કરનાર કમલેશ દુબે મોરબીમાંથી પકડાયો

મહારાષ્ટ્ર પોલીસે મોરબી એલસીબીની મદદ લઇ દબોચી લીધો

મોરબી, તા.૨૩:- મહારાષ્ટ્રના રાજપીઠ વિસ્તારમા પત્ની હત્યા કરનાર આરોપી પતિને મોરબીમાંથી મહારાષ્ટ્ર પોલીસે એલસીબીની મદદ લઇ દબોલી લીધો હતો.

મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રાજપીઠ વિસ્તારમાં પત્ની હત્યા કરી આરોપી પતિ કમલેશ અજબરાવ દુબે નાસી ગયો હતો જે મોરબીમાં હોવાની મહારાષ્ટ્ર પોલીસને બાતમી મળી હતી જેથી મોરબી એલ.સી.બી ટિમ સાથે રાખી આરોપી પતિ જે નવલખી રોડ પર રહેતો હોવાથી ત્યાંથી ઝડપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપપ્યો હતો.(૨૨.૮)

 

(3:21 pm IST)