Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મહુવાના વડલી ગામે ડુંગળી ભરેલ ટ્રેકટર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત ;આધેડનું મોત

મંગેળા ગામના બળવંતભાઈનું કરૂણમોત નિપજતા ગામમાં શોક છવાયો

મહુવા: તાલુકાનાં વડલી ગામ નજીક ડુંગળી ભરેલા ટ્રેકટર અને ટેન્કરનો ધડાકાભેર અકસ્માત થતા ટ્રેકટર ચાલક મંગેળા ગામનાં આધેડનું ગંભીર ઈજા થતા ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ  

  આ બનાવની જાણ થતા દાઠા પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.તળાજાના દાઠા પોલીસ મથક નીચે આવતા મંગેળા ગામના બળવંતભાઈ બાબુભાઈ સાંખટ ડુંગળી ભરેલ ટ્રેકટર લઈને મહુવા માર્કેટ યાર્ડમાં જતા હતા ત્યારે સામેથી ટ્રેકટર ચાલકે ધડાકા ભેર અથડાવતા બળવંતભાઈનું મોત નીપજ્યુ હતું ઘટનાની જાણ થતા મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેન્કર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી નાનકડા એવા મંગેળા ગામમા શોક છવાઈ ગયો હતો.

(1:08 pm IST)
  • વલસાડમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી :ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા : વાપી-મુંબઈ હાઈવે બંધ કરાયો access_time 9:43 pm IST

  • કૈલાશ વિજયવર્ગીયનું ફરીવાર વિવાદી નિવેદન : કહ્યું બીફ ખાવાવાળા જીતી જાય એ અમારા માટે શરમની વાત :બીજીતરફ ભોપાલ મધ્યથી કોંગ્રેસના ધારાસભ્ય આરીફ મસૂદે કહ્યું વિજયવર્ગીય બતાવે કે તેઓએ મને ક્યારે બીફ ખાતો જોયો છે :ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે ભોપાલમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યને બીફ ખાવાવાળો કહ્યો અને કહ્યું કે તેના મુકાબલે ભાજપનો ઉમેદવારની હાર થાય એ દુઃખની વાત છે access_time 12:52 am IST

  • રાજકોટ ST કર્મચારીઓઅે ફટાકડા તોડી ઉજવણી કરી : રાજય સરકારે પડતર માંગણી સ્‍વીકાર બાંહેધરી આપતા અેસટી વિભાગની હડતાલ સમેટાઇ access_time 11:23 pm IST