Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વાંકાનેરમાં ૨૦ વર્ષની મંજૂની છેડતીઃ ટપારવા ગયેલા પિતાની પાઇપના ઘા ફટકારી હત્યા

સરતાનપર ચોકડીએ પટમાં રહેતાં દેવીપૂજક પરિવારની મંજુ (ઉ.૨૦)ની દેવીપૂજક શખ્સો ભીખુ, રામજી, દેવા અને નટુએ છેડતી કરતાં પિતા અરજણભાઇ સાડમીયા (ઉ.૫૫) ઠપકો દેવા જતાં પાઇપના ઘા ફટકારાયાઃ રાજકોટમાં દમ તોડ્યો મંજુ અને તેના માતા પુરીબેનની પણ ધોલધપાટ

દેવીપૂજક પ્રોૈઢનો નિષ્પ્રાણ દેહ, તેની પુત્રી અને પત્નિ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: વાંકાનેરમાં સરતાનપર ચોકડીએ પટમાં ઝૂપડા બાંધીને રહેતાં દેવીપૂજક પરિવારની ૨૦ વર્ષની દિકરીની બાજુમાં રહેતાં દેવીપૂજક શખ્સોએ છેડતી કરતાં આ શખ્સોને યુવતિના પિતા ટપારવા જતાં લાજવાને બદલે ગાજી પડેલા આ શખ્સોએ પાઇપથી હુમલો કરી યુવતિ અને તેના પિતા તથા માતાને ઘા ફટકારી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગંભીર ઇજાગ્રસ્ત દેવીપૂજક પ્રોૈઢે અહિ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સરતાનપર ચોકડીએ રહેતાં અને ભંગાર વીણવાની મજુરી કરવા ઉપરાંત ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં મુળ જસદણના છાસીયા ગામના અરજણભાઇ જીવણભાઇ સાડમીયા (ઉ.૫૫) તથા તેની પુત્રી મંજુ અરજણભાઇ (ઉ.૨૦) અને પત્નિ પુરીબેન અરજણભાઇ (ઉ.૫૨) ઉપર સાંજે સાતેક વાગ્યે બાજુમાં જ રહેતાં દેવીપૂજક શખ્સો ભીખુ, રામજી, નટુ અને દેવાએ પાઇપથી હુમલો કરી ત્રણેયને માર મારતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ અરજણભાઇ અને મંજુને દાખલ કરાયા હતાં. જ્યારે પુરીબેનએ પ્રાથમિક સારવાર લીધી હતી.

સારવાર દરમિયાન અરજણભાઇનું મોડી રાત્રે મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. હત્યાનો ભોગ બનનાર અરજણભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પુરીબેનના કહેવા મુજબ પોતાની ૨૦ વર્ષની દિકરી મંજુની પડોશી ભીખુ, રામજી, દેવો સહિતના શખ્સો છેડતી કરી ઘરમાં બેસાડવાની વાતો કરતાં હોઇ આ બાબતે પતિ અરજણભાઇ એ ચારેયને ઠપકો આપવા જતાં તેના પર હુમલો થતાં પોતે અને દિકરી મંજુ વચ્ચે પડતાં પોતાને બંનેને પણ માર મારવામાં આવ્યો હતો.

અરજણભાઇની હત્યાથી ચાર ત્રણ દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેને એક દિકરો હતો જેનું અગાઉ અકસ્માતમાં મોત થયું હતું. બનાવથી દેવીપૂજક પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(12:35 pm IST)
  • દિલ્‍હીના મુખ્‍યમંત્રી કેજરીવાલ ૧ માર્ચથી અનિヘતિ મુદતની ભૂખ હડતાલ ઉપરઃ દિલ્‍હીને પૂર્ણ રાજયનો દરજજો અપાવવા કટિબધ્‍ધ access_time 7:01 pm IST

  • રાજકોટ ST કર્મચારીઓઅે ફટાકડા તોડી ઉજવણી કરી : રાજય સરકારે પડતર માંગણી સ્‍વીકાર બાંહેધરી આપતા અેસટી વિભાગની હડતાલ સમેટાઇ access_time 11:23 pm IST

  • પુલવામાં આતંકી હુમલાને લઇને સોમવારે મહત્વની બેઠક : રક્ષામંત્રી અને ત્રણેય સેનાના અધ્ય્ક્ષો ઉપસ્થિત રહેશે : ભારતીય દૂતાવાસ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક access_time 9:46 pm IST