Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગોંડલમાં જ્યોત્સનાબેન ધાનાને હિતેષ વણઝારાએ ઇંટ ફટકારી

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૩: ગોંડલના હરભોલે ચોકમાં રહેતાં જ્યોત્સનાબેન પાલાભાઇ ધાના (ઉ.૪૦) નામના મૈયા દરબાર મહિલાને પડોશમાં જ રહેતાં હિતેષ ઝવેરભાઇ વણઝારાએ માથામાં ઇંટ ફટકારી તેમજ હાથ પર ઇજા કરતાં હાથ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જ્યોત્સનાબેનના પતિ પાલાભાઇના કહેવા મુજબ ઘર પાસે હિતેષ દારૂ પી ગાળો બોલતો હોઇ તેને ના પાડતાં ઘરમાં ઘુસી જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(12:34 pm IST)