Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ચોસલા લીંબાળા ગામની સીમમાં કાળુભાર નદીના પટમાંથી ખનીજ ચોરી : ૧૧ ઇસમોને રૂ. ૪૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

જુનાગઢ તા. ૨૩ : બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા દ્વારા ખનીજ ચોરીની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ, જે અનુસંધાને બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ના હે.કો. રામદેવસિંહ, હે.કો. વનરાજભાઇ, પો.કો. જયપાલસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. નાગજીભાઇ તથા પો.કો. ભગીરથભાઇ તથા પો.કો. હસુભાઇ વિગેરે ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચોસલા લીંબાળા ગામની સીમમાં આવેલ કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા (૧) ગંભીરભાઇ મોતીભાઇ ચૌહાણ રજપુત ઉવ.૩૯ રહે.રાજપીપળા તા.ગઢડા (૨) ભગવાનભાઇ કુંડીબાર વાઘમારે ઉવ.૪૨ રહે.ઢસા ઉવ.૩૯ રહે.ઢસા (૩) બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ ગરાસીયા દરબાર ઉવ.૨૩ રહે.ગઢાળી તા.ગઢડા (૪) નવઘણભાઇ ઝાલાભાઇ જોગરાણા રહે.ઢાંકણીયા તા.જી.બોટાદ (૫) પરશોતમભાઇ ભીમાભાઇ સતવારા ઉવ.૩૧ રહે.ભાટીયા તા.કલ્યાણપુર જી.જામનગર (૬) વલ્લભભાઇ સુરાભાઇ અંબાળીયા કોળી પટેલ ઉવ.૫૦ રહે.ગઢાળી (૭) રાજુભાઇ ભીખાભાઇ બારડ કોળી પટેલ ઉવ.૨૭ રહે.સાંજણાવદર (૮) મનિષભાઇ મધુભાઇ અધગામા કોળી પટેલ રહે.અનીડા તા.ગઢડા (૯) જનકભાઇ કેશુભાઇ સિંધવ રજપુત ઉવ.૨૪ રહે.અનીડા તા.ગઢડા (૧૦) અરવિંદભાઇ બાબુભાઇ વણોદીયા દેપુ ઉવ.૩૫ રહે.માલપરા તા.ગઢડા (૧૧) રાકેશભાઇ બાબુભાઇ વણોદીયા દેપુ ઉવ.૩૦ રહે.માલપરા તા.ગઢડા તે લોડર વાહન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ટ્રેકટર ટ્રેલર નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મો.સા. નંગ-૦૨ કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૪૨,૨૦,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમજ રણછોડભાઇ હાદાભાઇ સાનીયા રહે.સાંજણાવદર નાસી જતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કબ્જે કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(12:34 pm IST)