Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પોરબંદર પંથકમાં નિયમ મુજબ સાંજના સમયે પવન ચક્કી બંધ કરાતી નથી

સાંજના સમયે પક્ષીઓની આવન જાવન વધુ : અલભ્ય સહિત પક્ષીઓનો લેવાતો ભોગ

પોરબંદર, તા. ર૩ : પોરબંદર પંથકમાં મીયાણા કુછડી રાતડી સહિત સ્થળોએ પવન ચક્કીઓ સાંજના સમયે નિયમ મુજબ બંધ કરવામાં આવતી ન હોય અલભ્ય સહિત પક્ષીઓનો ભોગ લેવાતો હોવાની ફરીયાદો પ્રકૃતિપ્રેમીઓ કરી રહેલ છે.

પોરબંદર પંથકમાં કોસ્ટલ હાઇવે સાઇડ પવન ચક્કીઓ આવેલ હોય છે આ પવન ચક્કીઓ નિયમ મુજબ બંધ કે ધીમી સ્પીડે ચલાવવાની હોય છે. સાંજના મસયે દરિયાકાંઠા ઉપર કુંજ પક્ષીઓના ટોળાની આવન જાવન હોય છે. પક્ષીઓ સાંજના સમયે તેના માળા તરફ પ્રયાણ કરતા હોય છે. આવા સમયે પવન ચક્કી ચાલતી હોય પોરબંદર તરફ આવતા દેશ-વિદેશના પક્ષીઓનો ભોગ લેવાય છે. જેમાં પક્ષીઓની કયારેક જોવા મળતી અલભ્ય પક્ષીઓ પવન ચક્કીથી મોત નિપજતા હોવાનું ગ્રામ્યજનો કહે છે.

(12:19 pm IST)