Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મોરબીમાં ૨.૯૬ કરોડની ઠગાઇમાં રવિ પાઉ છ દિ'ના રીમાન્ડ પર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી, તા.૨૩:- મોરબીમાં ૧૭ સીરામીક ફેકટરી સાથે ૨.૯૬ કરોડની ઠગાઇના ગુન્હામાં પકડાયેલ આરોપીને કોર્ટે તા.૨૮ સુધી રીમાન્ડ પર સોપવા હુકમ કર્યો હતો.  મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેતા વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી રવિ કિશોર પાઉં રહે રોયલ પ્લાઝા વડોદરા વાળાએ અલગ અલગ પેઢીઓ બનાવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બનાવી ફરિયાદીની કેરા વિટ્રીફાઈડ માટેલ રોડ ફેકટરીમાંથી તેમજ અન્ય ૧૬ ફેકટરી પાસેથી વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી પ્રથમ મંગાવેલ ટાઈલ્સના રૂપિયા સમયસર ચૂકવી ફરીયાદી અને સાહેદનો વિશ્વાસ સંપાદન કરીને બાદમાં ખરીદી કરેલ માલના રૂપિયા ૨,૯૬,૬૮,૯૩૫ નહિ ચૂકવી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે મોરબી એલ.સી.બી ટીમે તપાસ શરુ કરતા આરોપી રવિ કિશોર પાઉં ઝડપી લઈ  રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરતા ગુરુવાર સુધીનો રીમાન્ડ પર સોંપવા કોર્ટે હુકમ કર્યો છે.

(12:10 pm IST)