Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મોરબીના ધુંટુમાં ટાઇલ્સ તોડવા બાબતે મુકેશ વોરાને માર મોર્યો

કિરણ રાઠોડ અને સંજય રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ

મોરબી, તા.૨૩:-મોરબીના ધુંટુ ગામે સિમેન્ટના ઓટા પર ગ્લેજ ટાઈલ્સ તોડવા બાબતે બે સખ્શોએ યુવાન સાથે બોલાચાલી કરીને તેને લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ધુંટુ ગામે આવેલ હરીજનવાસમાં આરોપી કિરણ બાબુભાઈ રાઠોડ અને સંજય બાબુભાઈ રાઠોડે મુકેશ દેવજીભાઈ વોરા સાથે સિમેન્ટના ઓટા પર ગ્લેજ ટાઈલ્સ તોડવા બાબતે બોલચાલી કરી મુકેશને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મુકેશ દેવજીભાઈ વોરા(ઉ.૨૯) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)