Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

નિકાવામાં ભરવાડ સમાજના સમૂહ લગ્ન યોજાયા : ૬૪ નવયુગલોએ પ્રભુતામાં પગલા

ખીરસરા, તા. ૨૩ : સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે શ્રી મચ્છોઆઈ સમૂહ લગ્ન સમિતિ દ્વારા અગિયારમા સમૂહ લગ્નોત્સવ-૨૦૧૯નું આયોજન કાલાવડ - રાજકોટ હાઈવે રોડ પાસે, શ્રી ખોડીયાર માતાજીના મંદિરની પાછળ પટાંગણમાં કરવામાં આવેલ હતું. જેમાં ૬૪ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

સમૂહ લગ્નોત્સવમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજય ઘનશ્યામપુરીએ સંદેશારૂપે તમામ નવ દંપતિઓને આર્શીવચન પાઠવેલ. સાથોસાથ જુદી જુદી જગ્યાઓના સંતો - મહંતો તેમજ સમાજના અગ્રણીઓ, આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ હાજર રહ્યા હતા. અગિયારમાં સમૂહલગ્નમાં ફાળો આપનાર દરેક દાતાઓનું શ્રી મચ્છોઆઈ સમૂહલગ્ન સમિતિ દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.

આ અગિયારમા સમૂહ લગ્નોત્સવમાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, લાલજીભાઈ માંગુડા (ઈન્ડિયન આર્મી), હરીભાઈ ટોયટા, રણજીતભાઈ મુંધવા, રાજુભાઈ જુંજા, ભીખાભાઈ પડસારીયા, બાબુભાઈ ચાવડીયા, મંગાભાઈ લાંબરીયા, થોભણભાઈ ટોયટા, હિરાભાઈ બાંભવા, અરજણભાઈ માસ્તર, બટુકભાઈ ઝાપડા, લાલજીભાઈ ટોયટા, નિકાવાના સરપંચ રાજેશભાઈ મારવીયા, એડવોકેટ જે. પી. મારવીયા, પત્રકાર રાજુભાઈ રામોલીયા પાતર વગેરે હાજર રહેલ.(૪૫.૨)

 

(11:53 am IST)