Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભાવનગરના તમામ પોલીસ અધિકારી નવા બન્યા

ભાવનગર તા.૨૩: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાલમાં આઇપીએસ કેડરનાં અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી રહી છેે. જેમાં આજે વધુ બદલી કરાઇ હતી તેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હતી. ભાવનગર એસ.પી. તરીકે ફરજ બજાવતા પી.એલ. માલની ગૃહ વિભાગ દ્વારા સુરત અમદાવાદ ઝોનનાં ડેપ્યુટી કમિશ્નર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી. જયારે અમદાવાદના ડેપ્યુટી જયપાલસિંહ રાઠોડની ભાવનગર એસ.પી. તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય જિલ્લાનાં આઇપીએસની પણ બદલી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જ આઇજી બાદ સિટી ડીવાયએસપીની બદલી બાદલ એસ.પી.ની પણ બદલી કરવામાં આવેલ હોય ભાવનગરના તમામ પોલીસ અધિકારી નવા બન્યા છે.(૧.૯)

 

(11:52 am IST)