Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાબાસમઢીયાળાના સ્વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ પૂજન-ફળાહાર

ભાવનગર, તા. ૨૩ : વિંછીયા પાસે રાબાસમઢીયાળા ગામે આવેલ લબ્ધ પ્રતિષ્ઠિત સ્વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.૪ સોમવારના મહાશિવરાત્રીની રંગેચંગે ઉજવણી થનાર છે.

મંદિરના મહંત પ.પૂ.શ્રી કનૈયાગીરી (સદ્દગુરૂ શ્રી મણીગીરીજી)એ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  તેમણે જણાવ્યું કે સાધુ સંતો હવે ધીરજ, વિશ્વાસ રાખશે નહિં ઘરપત કે ઠરાવ પસાર કરવાનો સમય નથી. તેમણે ઉમેર્યુ કે રાષ્ટ્રપ્રેમ નિભાવવો એ ફરજ અદા થવી જોઈએ. મહંત પૂ. કનૈયાગીરીબાપુએ રાજકીય રંગ પ્રદર્શિત કરવાનો સમય નથી અને પોતાના તેજીલા જોશીલા, પ્રવચનમાં પાકિસ્તાનના વડાપ્રધાન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

મહાશિવરાત્રી અનુલક્ષી પરંપરા મુજબ સર્વો માટે બપોરે ૧૨:૩૦ કલાકે ફળાહારની વ્યવસ્થા અને બહોળા પ્રમાણમાં લાભ લેવા અંતમાં તેમણે જણાવેલ હતું. (૪૫.૩)

 

(11:51 am IST)