Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વાંકાનેરઃ જુનાગઢના પૂ.ભોલેબાબાજી મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિતે બુધવારથી અન્નક્ષેત્ર

વાંકાનેર તા.૨૩: જુનાગઢમાં ગીરનાર તળેટીમાં શ્રી ભવનાથ મહાદેવ મંદીર પાસે શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા પૂ.૧૦૦૮ સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના સમાધી મંદીર અખાડા ખાતે પ્રતિ વર્ષ મૂજબ આ વર્ષે પણ ''મહાશીવરાત્રી''ની ઉજવણી થશે.

તા.૨૭ને બુધવારે સવારે ૯ કલાકે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંન્દ્ર ભગવાન એવમૂ શ્રી સંકટમોચન હનુમાનજી દાદા તેમજ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પૂ.૧૦૦૮ સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના મંદિર શ્રીઉદાસી પંચાયતી નિર્વાણ અખાડાના મહંત શ્રી ગંગાદાસજી મહારાજ તેમજ સંતો-મહંતોના હસ્તે ધ્વજા વિધિ થશે મહાવદનોમથી મહાશિવરાત્રી સુધી પૂ.પાદ શ્રી ભોલેબાબાજીના અખાડા ખાતે ભજન-ભોજન મહાત્માઓ કરશે. દરરોજ સવાર સાંજ શ્રી ચંન્દ્ર ભગવાનની મહા આરતી તેમજ જોડીયાધામ-''રામ વાડી''ના ભાવિક ભકતજનો સામુહીક ''સુંદરકાંડ''ના ધુન-સંકિર્તન કરશે.

મહાશિવરાત્રીના પર્વે નીકળતી શાહી સવારી-રવેડીનું સ્વાગત શ્રી ઉદાસીન અખાડા ખાતે પ્રતિવર્ષ કરવામાં આવે છે. લાભ લેવા જોડીયા-રામવાડી પૂ.ભોલેબાબાજીના સેવક શ્રી શનીભાઇ વડેરા અને હિતેષ રાચ્છે જણાવ્યુ છે.(૭.૭) 

 

(11:49 am IST)