Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જસદણમાં વૃક્ષો વાવો ધરતી બચાવો કાર્યક્રમ

 જસદણ : શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તેમજ શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના સંયુકત ઉપક્રમે વૃક્ષો વાવો ધરતી બચાવો ને સાર્થક કરતા વૃક્ષારોપણ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલ. સમગ્ર અતિથી વિશેષ શ્રી કિરીટભાઈ ભીમાણી - અધ્યક્ષ પર્યાવરણ સમિતિ, જીગ્નેશભાઈ હિરપરા – પ્રમુખશ્રી  નગરપાલિકા જસદણ, શ્રીમતી સોનલબેન વસાણી – ચેરમેન બાગ-બગીચા સમિતિ વગેરેનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. સંસ્થાના ડિરેકટર ડાઙ્ખ. કમલેશ હિરપરાનું શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવેલ. જસદણ નગરપાલિકા પૂર્વપ્રમુખ ભરતભાઈ છાયાણી દ્વારા પર્યાવરણની માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી દ્વારા વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા દરેક વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસ વગેરે જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરે તે માટે કટિબદ્ઘ કર્યાં હતા. કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ મજીઠીયા દ્વારા કરવામાં આવેલ જેમાં તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના સહયોગ પ્રાપ્ત થયો હતો. આવનાર તમામ મહાનુભાવોનો સંસ્થાના ડિરેકટર ડો. કમલેશ હિરપરા દ્વારા આભાર વ્યકત કરી – સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. વૃક્ષારોપણની તસ્વીર.(૪૫.૩)

 

(11:49 am IST)