Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જસદણની શિવમ વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી

 જસદણ : શ્રી શિવમ વિદ્યાલય દ્વારા આજે શાળા માં વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ માતૃભાષા દિવસ માં બાળકોને શાળા ના શિક્ષકો અને સંચાલક દ્વારા માતૃભાષાનું મહત્વ વિશે ની માહિતી પૂરી પાડવામાં આવી અને બીજી ભાષા પાછળ આંધળી દોડ ન મુકવી અને તેની ખાસ સમજ આપવામાં આવી અને માતૃભાષા ને જ વધુમાં વધુ મહત્વ આપવું તે બાબતે માહિતગાર કર્યા હતા. માતૃભાષા દિનની ઉજવણીની તસ્વીર.(૪૫.૩)

 

(11:47 am IST)