Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જેતપુરમાં ફાયનાન્સનું કામ કરતાં આકાશે ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૨૩: જેતપુર સામા કાંઠે રહેતાં આકાશ જયેશભાઇ સામાણી (ઉ.૨૨) નામના લોહાણા યુવાને રાત્રે દસેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે રાત્રે જ રજા અપાઇ હતી. આકાશ બે ભાઇમાં મોટો છે અને ફાયનાન્સનું કામ કરે છે. તેણે આ પગલું શા માટે ભર્યુ? તે અંગે બહાર આવ્યું નથી. તેના પિતા સુરત રહી જમીન-મકાનનું કામ કરે છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે જેતપુર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

 

(11:41 am IST)