Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ભાયાવદરની અરણી ગામની મહિલાની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ ફટકારતી ધોરાજી કોર્ટ

ધોરાજી તા. ૨૩ : ધોરાજી સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી વી. જે. કલોતરાએ સેશન્સ કેસમાં આરોપી પ્રવેશ ઉર્ફે જીગર ભૂપતભાઈને ખૂનકેસના તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારી હતી બનાવની વિગત એવી હતી કે તારીખ ૧૯ જુલાઈ ૨૦૧૬ ના પોતાના ખેતરે નિંદામણ કરતા હતા ત્યારે તેમનું પાડોશીનું ખેતર વાવવા રાખેલ આરોપી પ્રવીણ ઉર્ફે જીગર એ ઉશ્કેરાઈ જઈ અને ભારાપર ઘાસ નાખવા જેવી નજીવી બાબત પર મીનાબેનને તલવારના સાત ઘા મારી અને મોત નીપજાવે તથા તેમના પતિ બચાવવા માટે વચ્ચે પડતાં મીનાબેનના પતિ હર્ષદભાઈ નારણભાઈ હિરપરા ને પણ હાથમાં ઈજા પહોંચાડે અને તલવાર ત્યાં જ મુકીને ભાગી ગયેલા આ ફરિયાદ થતાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ચૌધરીએ તપાસ કરેલી અને આરોપીની ધરપકડ કરેલી હતી સાથે દુષ્પ્રેરણ માટે અન્ય આરોપી બાવનજીભાઇ ઙ્ગવેલજભાઈ વરસાણીની પણ ધરપકડ કરેલી હતી

ધોરાજીના સેશન્સ જજ શ્રી કલોતરા  સમક્ષ આ કેસ ચાલી જતા આરોપી બાવનજીભાઇ વેલજી ભાઈને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકયો અને આરોપી પ્રવીણ ઉર્ફે જીગર વતી દલીલ કરવામાં આવેલી કે મીનાબેન અને તેમના પતિ હર્ષદભાઇને તકરાર હતી આ આંખો શંકાસ્પદ બનાવ છે કોઈ નજરે જોનાર સાહેદ નથી ત્યારે સામા પક્ષે સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે બનાવવાળી જગ્યાએથી કબજે લેવાયેલ માટી અને લોહી, તલવારના નમુના તથા ફોરેન્સિક સાયન્સનો અહેવાલ જોવામાં આવે તો સરકાર પક્ષ તરફથી નિશંકપણે આ કેસ પુરવાર થયો છે ખૂનનો ગુનો તે કોઈ વ્યકિત પરિવાર નહીં પરંતુ આખાય સમાજ વિરોધનો ગુનો છે અને ખૂન કરનાર વ્યકિત સામેની ટ્રાયલ હળવાશથી લેવા માં આવે કે તેમાં દયાની લાગણી રાખવામાં આવે તો ગુણો કરવા માટે સમાજના અન્ય લોકો પણ પ્રેરાય આવા સંજોગોમાં હળવાશથી બનાવને ન લઈ અને ગંભીર ગુનો હોય સમાજ વિરોધી ગુણો હોય આકરામાં આકરી સજા કરવા સાદર પ્રાર્થના કરવામાં આવી હતી

આ ગુનામાં સેશન્સ જજ શ્રી વી. જે. કલોતરાએ ઙ્ગકુલ મળી અને ૨૭ સાહેદોનાં નિવેદનો નોંધેલા અને દસ્તાવેજી પુરાવો તથા ફોરેન્સિક સાયન્સનો અહેવાલ અને ડોકની જુબાની તથા પોસ્ટમોર્ટમની રજૂઆતોને ધ્યાને લઇ અને આરોપીને મીનાબેનને જાનથી મારી નાખવા બદલ અને હર્ષદભાઇને પ્રાણઘાતક ઇજાઓ પહોંચાડવા બદલ આરોપી પ્રવીણ ઉર્ફે જીગરને ઙ્ગતકસીરવાન ઠરાવી અને ઙ્ગઆજીવન કેદની સજા ફટકારીઙ્ગહતી.

(11:19 am IST)