Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મોરબી રામકો બંગલો નજીક ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત.

મોરબી શહેરના રામકો બંગલો નજીક નવી સાઈટમાં કામ કરતી વેળાએ વીજશોક લાગતા યુવાનનું મોત થયું છે જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવલખી ફાટક પાસે રહેતા અને મજુરી કામ કરતા દિનેશ માનસિંગ ડામોર (ઉ.વ.૨૬) નામના યુવાનને રામકો બંગલો નજીક સાઈટ પર કામ કરતી વેળાએ કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:06 pm IST)