Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે તથા સેનામાં જાતિ ના નામ પર રેજીમેંટો છે તેમ સેનામાં આહીર રેજીમેંટ નું નિર્માણ કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હીમાં આહીર અર્જુન આંબલીયાના અચોક્કસ મુદતના ધરણા માં ગુજરાતથી બે યુવાનો રવાના તથા જુદાં જુદાં સંગઠનો નું સમર્થન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે તથા સેનામાં જાતિ ના નામ પર રેજીમેંટો છે તેમ સેનામાં આહીર રેજીમેંટ નું નિર્માણ કરવામાં આવે તેવી માંગ સાથે ઘણાં સમય થી સંઘર્ષ કરતા આહીર એક્તા મંચ ગુજરાત ના આહીર અર્જુન આંબલીયા 11 જાન્યુઆરી થી જંતર મંતર દિલ્લી ધરણા માટે કુચ કરી હતી જ્યાં ધરણા ની પરમિશન ના મળવા છતાં પણ ધરણા પર બેસી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ લડત ના સમર્થન માં રાષ્ટ્રીય હિન્દૂ સેના ક્ચ્છ જિલ્લા પ્રમુખ મયુર ભાઈ બારોટ પણ ધરણા માં બેસી સમર્થન આપ્યું છે. ત્યારે આ લડતમાં ગુજરાત થી વધુ બે યુવાનો મયુરભાઈ આહીર (રાજકોટ) અને કેવલભાઈ આહીર (જામનગર) તા 23,જાન્યુ. ના રોજ દિલ્લી જવા રવાના થયા છે.

આ ઉપરાંત આ લડતને રાજભા ગઢવી(લીલાપાણી નેસ) થી લઈ ઘણાં નામિ અનામી કલાકારો, કથાકારો વગેરે એ વીડિયો સંદેશ થી જાહેર સમર્થન આપ્યું છે અને લોકો ને રાષ્ટ્રહિત ની આ લડત માં જોડાવા અપીલ કરી છે. તેમજ આ લડત ને રાષ્ટ્રીય હિન્દૂ સેના, આહીર હિત રક્ષક સમિતિ ગુજરાત, જન અધિકાર મંચ ગુજરાત, અડીખમ આહીર સેવા સમાજ , SYG સંગઠન અમદાવાદ વગેરે સંગઠનો એ લેખિત માં જાહેર સમર્થન કરી સરકાર શ્રી ને પત્ર લખી રાષ્ટ્રહિત ની માંગો ને સ્વીકારવા અપીલ કરી છે.

(4:26 pm IST)