Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સતત ત્રીજા દિ'એ પણ વરસી ઝાકળઃ ઠંડીમાં ઘટાડો

ગિરનાર ૭.૯, વલસાડ ૧૦.૫, રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે પણ ઝાકળવર્ષા થઈ હતી અને ઠંડીમાં ઘટાડો યથાવત છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૭.૯ ડિગ્રી, વલસાડ ૧૦.૫, રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિઝિબિલિટી ૫૦ મીટર જ હતી તેથી ફલાઈટ ઉતરાણ કરે તેવી શકયતા ન હતી. સવારે ૬.૪૫ કલાકે સૌથી ઓછી વિઝિબિલિટી હતી અને પછી ધીરે ધીરે વાતાવરણ ચોખ્ખુ થવા લાગતા ૯ વાગ્યે ધુમ્મસ હટી હતી. એકદમથી આવી સ્થિતિ સર્જાઈ હતી અને હજુ એક દિવસ રહેશે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેતા વાતાવરણમાં ભેજનું થોડુ પ્રમાણ વધ્યુ હતું. આ દરમિયાન ઉત્તરના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યુ છે. આ ડિસ્ટર્બન્સ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જતા હોય છે તેથી પવનની દિશા પણ બદલાય છે. આ કારણે સૌરાષ્ટ્રમાં પશ્ચિમી પવનો શરૂ થયા તેને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો હતો. રાત્રીના સમયે તાપમાન ઘટતા ભેજ ઠરીને નીચે ઉતર્યો અને સપાટી પરનું વાદળ એટલે કે ઈન્વર્ઝન લેયર સર્જાયુ હતું. જેને સપાટી પરનું સ્ટેટસ કલાઉડ કહેવાય જેને ગાઢ ધુમ્મસ કહેવાય છે. શનિવારે પણ આવી જ સ્થિતિ રહેશે. રવિવારથી આકાશ સ્વચ્છ થઈ જશે અને સોમવારથી ફરી તાપમાન ઘટશે અને ૩૧ તારીખ સુધી કોલ્ડવેવ જેવી સ્થિતિ રહેશે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થઈ હતી અને ઠંડીમા અઢી ડિગ્રીનો ઘટાડો થયો હતો.

બે દિવસ અગાઉ જૂનાગઢ - ગિરનારમાં ગાઢ ધુમ્મસનું આક્રમણ થયા બાદ આજે વહેલી સવારથી ઝાકળવર્ષા શરૂ થઈ હતી. જેના કારણે માર્ગો ભીના થઈ ગયા હતા અને વાહનો વગેરે પર ઝાકળના બિંદુ લાગી ગયા હતા.

જૂનાગઢમાં સવારના ૮ વાગ્યા સુધી ઝાકળવર્ષા ચાલુ હતી. બીજી તરફ આજે અઢી ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૭૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિ.મી.ની રહી હતી.

ગિરનાર પર્વત ખાતે સવારે ૭.૯ ડિગ્રી ઠંડી રહી હતી. ઝાકળવર્ષાને લઈ સીડીના પગથિયા ભીના થઈ જતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદ : હળવદમાં ઝાકળ વર્ષા પણ જોવા મળી હતી. મધ્ય રાત્રી થી જ ધૂમમ્સ અને ઝાકળ ની શરૂઆત થઈ ગઈ હતી . તેમજ સવારે સૂર્યનારાયણના દર્શન પણ થયા નથી અને આકાશમાં વાદળો છવાયેલા છે. જ્યારે રસ્તાઓ, ઘરની અગાસી, ફળિયા અને વાહનો પર જેમ પાણી નો છંટકાવ કર્યો હોય તેવી રીતે આ બધું ભીનું થઈ ગયું હતું. જોકે સવારે પવનની ગતિ ધીમી હોવાથી લોકોને ઠંડીમાં રાહત મળી હતી.

આટકોટ

(વિજય વસાણી દ્વારા) આટકોટ : આટકોટ મા આજે વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું તેમજ લોકોને ઠારનો અનુભવ કર્યો હતો આજે સવારે ધુમ્મસ છવાયું હતું આજે વહેલી સવારેથી જ ભેજનું છવાયું હતું  રસ્તા ભીના થયા હતા પતરામાથી પાણી ટપકી ગયા હતા.

કયા કેટલી ઠંડી-ભેજ

શહેર

હવામાં ભેજ

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૭૮ ટકા

૭.૯  ડિગ્રી

અમદાવાદ

૮૮ ટકા

૧૩.પ ડિગ્રી

ડીસા

૮૭ ટકા

૧૩.૦ ડિગ્રી

વડોદરા

૭૯ ટકા

૧૪.૮ ડિગ્રી

સુરત

૯૦ ટકા

૧પ.૬ ડિગ્રી

રાજકોટ

૯૪ ટકા

૧૪.૩ ડિગ્રી

કેશોદ

૯પ ટકા

૧ર.૦ ડિગ્રી

ભાવનગર

૮૮ ટકા

૧૭.૦ ડિગ્રી

પોરબંદર

૮૮ટકા

૧૬.૬ ડિગ્રી

(1:04 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST