Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની રચના : પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા બાલાજી પોલિપેકના પનારા

ટંકારા, તા. ર૩ : ટંકારા  ખાતે  મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશનની સ્થાપના કરવામાં આવેલ. પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા તાલુકાના લખધિરગઢ ગામના વતની અને બાલાજી   પોલિપેક ના જગદીશભાઈ અમરસી ભાઈ પનારા ની વરણી  કરાયેલ છે.

તાજેતર માં ટંકારા ખાતે   મોરબી જિલ્લામા ધમધમતી ૧૨૫ જેટલી પોલિપેક ઈન્ડસ્ટ્રીઝ ના સંગઠન ની સ્થાપના કરવામાં આવેલ. જેમા સંગઠન થકી સાહસને સહકાર થકી ઉદ્યોગને આગળ ધપાવવા માટે મોરબી (સૌરાષ્ટ્ર) પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ની રચના કરાયેલ.

એસોસિયેશન ના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા તાલુકાના લખધિરગઢ ગામના બાલાજી પોલિપેકના જગદીશભાઈ અમરસી ભાઈ પનારા ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.  સાથે ટીમના સભ્ય તરીકે લોયલ પોલિપેકના અશોકભાઈ, તિરૂપતિ પોલીપેકના વિપુલભાઈ, સમય પોલિપેક ના દુર્લભજીભાઇ, યક્ષ પોલિપેક ના સતિષ ભાઈ, સ્ટાર પોલીપેક ના વિનોદભાઈ, શિવા પોલિપેક ના રાકેશભાઈ, સ્લોગન ગ્રુપ  પોલીપેકવાળા  ફાલ્ગુનભાઈ, પોલિકોન પોલીપેકના બાબુભાઈ, વેનુસ પોલિપેકના ઉમેશભાઈ તથા પવનસુત પોલિપેકના બિમલભાઈનો ટીમ માં સમાવેશ કરાયેલ છે. પોલિપેક ઉધોગ થકી મોરબી જિલ્લા મા વીસેક હજાર લોકો ને રોજગારી ઉપરાંત મોરબી જિલ્લાના વેપારીઓના ધંધા વેપાર ને મદદ મળે છે.

આ મિટિંગમાં અયોધ્યા મા નવ નિર્માણ થતા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે અનુદાન માટે અપિલ ને વધાવી માતબર રકમ એકઠી કરી હતી. દુર્લભજી ભાઈ દેથરિયા દ્વારા નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ પનારાને અભિનંદન અપાયેલ.

(1:02 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • નરેન્દ્રભાઇ બંગાળના પ્રવાસે : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને લઇ રાજકારણ ગરમાયું: આજે નરેન્દ્રભાઇ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસેઃ કોલકત્તામાં પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે access_time 12:52 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST