Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

જામનગરમાં યુવાને ફાંસો ખાધોઃ ધંધાનો ખાર રાખી પરપ્રાંતિયો બાખડયાઃ જુગાર દરોડા, ૨૪ આરોપી ફરાર

જામનગર, તા.૨૩: અહીં સાધના કોલોની એમ–૭પ માં રહેતા મેહુલભાઈ દિનેશભાઈ શુકલા એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ધ્રુવ પ્રશંાતભાઈ શુકલા, ઉ.વ.૧૮, રે. સાધના કોલોની એમ–૭પ સામે, મયુર બંગલો, જામનગરવાળા કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં કપડુ બાંધી ગળાફાંસો ખાઈ મૃત્યુ પામેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સરવૈશ સીયારામ નીશાદ એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ આવાસ બ્લોક નં.–૬૪, ફરીયાદી સરવૈશના બ્લોક પાસે, રોડ પર જામનગરમાં ફરીયાદી સરવૈશ એ સી.સી. રોડનંુ કામ રાખેલ હોય જે બાબતનું આરોપી સંજય રામશંકર નીશાદ એ મનદુઃખ રાખી ફરીયાદી સરવૈશના ઘરે જઈ બહાર ઉભા રહી ગાળો બોલી આરોપી નં. સંજય રામશંકર નીશાદ એ લોખંડના પાઈપથી ફરીયાદી સરવૈશના જમણા પગમાં ફેકચર કરી તથા આરોપી અજીત ખુદાની એ ફરીયાદી સરવૈશના માથામાં લાકડાના ધોકા વડે બે ઘા મારી ગંભીર ઈજા કરી તથા આરોપી કે.કે. એ લોખંડના પાઈપથી બંન્ને હાથમાં ઘા મારી ઈજા રી અને સાહેદ સુરેન્દ્ર નીશાદ વચ્ચે બચાવવા પડતા તેને માર મારી ઈજા કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સનસાઈન સ્કુલ પાસે વર્લીમટકાનો જુગાર રમતો એક ઝડપાયો :  દશ ફરાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, રંગમતી સોસાયટી, સનસાઈન સ્કુલ પાસે, જામનગરમાં આરોપી મોસીનભાઈ ઈકબાલભાઈ પઠાણ વર્લીમટકાના આકડાં લખી લખાવી પૈસાની હારજીત કરતા એક મોબાઈલ કિંમત રૂ.પ૦૦૦/– તથા રોકડા રૂ.૧૦,૮૦૦/– મળી કુલ રૂ.૧પ,૮૦૦/– ના મુદામલા સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ રાજુભાઈ દાવડા, ઈમરાન કસાઈ, મહેબુબ પટણી, જીગો ઈસ્ત્ર્રીવારો, આરીફ હાજી, ભાવેશ દાવડા, કાસમ અલીયાબાડા, રામજીભાઈ કટેશીયા, રફીકભાઈ મેમાણ, પરવેશ પઠાણ ફરાર થઈ ગયેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ.શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, ન્યુ સ્કુલ રોડ, દિ.પ્લોટ શેરી નં.–ર૧, અંબીકા ડેરી પાછળ, જામનગરમાં આરોપી ફેનીલ ધીરેનભાઈ શાહ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના જોગસ પાર્ક પાસે, રીફરેસમેન્ટ જુસની દુકાન પાસે આરોપી કેવીન અશ્વીનભાઈ મહેતા, સેસન્સ મેચની હારજીત ઉપર સોદા કરી મોબાઈલ ફોનથી જુગાર રમી કપાત કરાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭પ૦૦/– તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૧રપ૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શીવમ રેસીડેન્સીમાં વર્લીમટકા રમતા બે ઝડપાયા : ૧૩ ફરાર

સીટી બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ફિરોજ ગુલામહુશેન દલ એ ફરીયાદ નોંધાવી છે કે, રાજપાર્ક શીવમ રેસીડેન્સી ફલેટ નં.પ૦૧ માં આરોપી કપીલ ભરતભાઈ નાનાણી, ધર્મેશ ભુપતભાઈ નાનણી, રે. જામનગરવાળાએ કલ્યાણ તથા મીલન તથા બોમ્બે ની બજારના વર્લીના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી પૈસાની હારજીત  અખાડો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩રપ૦૦/– તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂ.૪રપ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ જગુભાઈ કોળી, ચંદુભાઈ, નવલસિંહ, રાજુભાઈ દાવડા, બાબુપાન, પપ્પુ, રાજુભાઈ ભોય, ચંદુભાઈ ખેતાણી, પટેલ, વિપુલ લુહાણો, અલ્તાફ પટણી, ઓસમાણ ગની, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો જોરદાર ધ્રુજારો : વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરથી ઉત્તર પ્રદેશમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની નથી. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. દરમિયાન પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે યુ.પી.ના અનેક જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે access_time 2:29 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST