Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વરવાળા નજીક ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સનું કૌભાંડ એસઓજીએ સાત શખ્સોને ઝડપી પાડયાં

ખંભાળીયા તા.૨૩ : દ્વારકાના વરવાળા હાઈવે પરથી એસઓજીએ ચેકીંગ દરમિયાન ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ સાથે શખસને ઝડપી પાડતાં તેની અટકાયત કરી પુછપરછ કરતાં અન્ય છ શખસોના નામ  આપતાં પોલીસે સાતેય શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.   

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના વરવાળા ગામ નજીક અબાબાપુની જગ્યા નજીક હાઈવે પરથી પસાર  થતાં સૂલતાન અયૂબ સોઠા નામના શખ્સને રોકી ડ્રાઈવીંગ લાયસન્સ ચેક કરતા ડાઈવીંગ લાયસન્સ  બનાવટી હોવાનું સામે આવતાં પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરતાં તેમલે સલાયાના  રીઝવાન રસુલ અસારી, બેટના જુનુસ ઓસમાણ મોખા, અલી હસન સપ, દ્વારકાના જાવીદ    હારૂન સપ, ઈકબાલ વલીમામદ સુભણીયા તથા નજીર તાલબ સંઘારનું નામ ખુલતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ દ્વારકા પોલીસે હાથ ધરી છે.

દ્વારકાના મેવાસા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

દ્વારકાના મેવાસા ગામે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે દ્વારકા  પોલીસે રેઈડ કરતાં તીનપતીનો જૂગાર રમતાં મેરૂભા કારાભા કેર, જેસલભા રાજભા કેર, કારૂભા  પુંજાભા સુમાણી, રૂપસંગભા વાલાભા માણેક, ભાયાભા રાવદેભા કેર તમામને રોકડ ૧૧,૪૫૦ની  મતા સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)