Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મોરબી : બાળકી સાથેદુષ્કર્મ બાદ હત્યા કરી મૃતદેહ ફેકી દીધાનું ખુલ્યું

તાલુકા પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમ ઉમેરી તપાસ ચલાવી : આરોપીને ઝડપી લેવા સીપીઆઈ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૩ :  નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક દંપતીની સાત વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા અપહરણના ગુન્હામાં દુષ્કર્મ અને હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૂળ એમપીના વતની અને હાલ મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા પરિવારની સાત વર્ષની બાળકીનું કારખાનામાંથી અપહરણ કરાયું હતું બાળકીના માતાપિતા ફેકટરીના આઉટ ટેબલ પર કામ કરતા હતા ત્યારે નજીક રમતી બાળકીનું અપહરણ થયાની ફરિયાદ બાદ પોલીસે તુરંત તપાસ ચલાવી હતી જેમાં બાળકીનો મૃતદેહ સરતાનપર રોડ પરથી મળી આવ્યો હતો તો મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થ રાજકોટ ખસેડ્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચરી બાદમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું જેથી પોલીસે હાલ અપહરણના ગુન્હામાં દુષ્કર્મ અને હત્યાની કલમ ઉમેરી તપાસ આદરી છે બનાવની વધુ તપાસ સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ ચલાવી રહી છે.

(11:42 am IST)